ચેમ્પિયન્સ ટ્રોફી પ્રેઝન્ટેશન સેરેમનીમાં કેમ PCBનો કોઇ અધિકારી જોવા ન મળ્યો? ICC અધિકારીએ જણાવ્યું કારણ

Champions Trophy 2025 India Won : ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસે હતી. જોકે સ્ટેજ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો કોઈ પ્રતિનિધિ ન હતો, જે પછી વિવાદ થયો છે

Champions Trophy 2025 India Won : ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસે હતી. જોકે સ્ટેજ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો કોઈ પ્રતિનિધિ ન હતો, જે પછી વિવાદ થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Champions Trophy 2025 India Won, Champions Trophy 2025

આઈસીસીના ચેરમેન જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જીત બાદ ચેમ્પિયન્સ ટ્રોફી આપી હતી (તસવીર - આઈસીસી)

Champions Trophy 2025 India Won : ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતીય ખેલાડીઓએ જીતની જોરદાર ઉજવણી કરી હતી. સ્ટેજને શણગારવામાં આવ્યું હતું અને બંને ટીમોને મેડલ આપવામાં આવ્યા હતા. આઇસીસીના ચેરમેન જય શાહ, બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી દેબજીત સકૈયા અને ન્યૂઝીલેન્ડ બોર્ડના પ્રમુખ પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસે હતી. જોકે સ્ટેજ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો કોઈ પ્રતિનિધિ ન હતો, જે પછી વિવાદ થયો છે.

Advertisment

સોશિયલ મીડિયા પર યૂઝર્સે અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ કહ્યું કે ભારત જીત્યું તેથી તે આવ્યા નથી. કેટલાકે કહ્યું કે ફાઈનલ પાકિસ્તાન નહીં પણ દુબઈમાં યોજાઈ હતી, જેના કારણે તે આવ્યા નથી. કેટલાકે કહ્યું કે તેમની જરૂર ન હતી.

આઈસીસીના અધિકારીએ આ મામલે શું કહ્યું

આઈસીસીના અધિકારીએ આ સમગ્ર મામલે એક અભિપ્રાય રજૂ કર્યો હતો. સ્પોર્ટ્સ ટૂડેએ તેમના હવાલાથી લખ્યું કે પીસીબી અધ્યક્ષ મોહસીન નકવી ઉપલબ્ધ ન હતા અને તેમણે યાત્રા પણ કરી ન હતી. કરાર મુજબ ટ્રોફી આપવા માટે માત્ર પદાધિકારીઓને જ બોલાવી શકાય છે તેથી પીસીબી તરફથી તેના માટે કોઈ પદાધિકારી ઉપલબ્ધ ન હતા. તે (પીસીબી) યજમાન હતું, તેણે ત્યાં હોવું જોઈતું હતું.

એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી સુમેર અહેમદ મેદાનમાં હાજર હતા પરંતુ તેમને સમારોહમાં બોલાવવામાં આવ્યા ન હતા. તે ટૂર્નામેન્ટના ડિરેક્ટર પણ છે. સૂત્રએ જણાવ્યું હતું કે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી દુબઈ જઈ શક્યા ન હતા કારણ કે ગૃહ મંત્રી તરીકે તેમની કેટલીક વ્યસ્તતા હતી, પરંતુ પીસીબીના સીઈઓને ફાઇનલ અને એવોર્ડ વિતરણમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

Advertisment

પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ઉઠાવ્યો હતો સવાલ

તેમણે કહ્યું કે કોઈ કારણસર કે ગેરસમજને કારણે તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ન હતા, જ્યાં આઇસીસીના પ્રમુખ જય શાહ, બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ્સ આપ્યા હતા. પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ એક્સ પર એક વીડિયો મુક્યો હતો અને કહ્યું હતું કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી, પરંતુ ફાઇનલ પછી પીસીબીનો કોઈ પ્રતિનિધિ ત્યાં ન હતા. પાકિસ્તાન યજમાન હતું. મને સમજાતું નથી કે પીસીબીમાંથી કોઈ કેમ ત્યાં હાજર ન હતું.

bcci આઇસીસી ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી જય શાહ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ