ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા અને રનર્સ અપ ટીમ થશે માલામાલ, મળશે આટલા કરોડ રૂપિયા

Champions Trophy Prize Money : ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઇસીસીએ ઇનામની રકમની જાહેરાત કરી છે. 2017ની સિઝન કરતાં કુલ ઈનામી રકમમાં 53 ટકાનો વધારો કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
February 14, 2025 14:55 IST
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા અને રનર્સ અપ ટીમ થશે માલામાલ, મળશે આટલા કરોડ રૂપિયા
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Credit: X/Shahid Afridi)

Champions Trophy Prize Money, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પ્રાઇઝ મની: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને યુએઇમાં યોજાશે. ભારત તેની તમામ મેચ યુએઈમાં રમશે જ્યારે બાકીની તમામ મેચ પાકિસ્તાનમાં રમાશે. આ મોટી ઇવેન્ટ માટે આઇસીસીએ ઇનામની રકમની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટની ચેમ્પિયન ટીમને મોટી રકમ મળશે જ્યારે સૌથી નીચે રહેનાર ટીમ પણ અમીર થઇ જશે.

વિજેતા ટીમને 19.50 કરોડ રૂપિયા મળશે

2017ની સિઝન કરતાં કુલ ઈનામી રકમમાં 53 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઈનામી રકમ 59.9 કરોડ રૂપિયા (6.9 મિલિયન ડોલર) છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.50 કરોડ રૂપિયા) મળશે. રનર્સ અપ ટીમને 1.12 મિલિયન ડોલર (લગભગ 9.73 કરોડ રૂપિયા) મળશે. સેમિ ફાઈનલ હારનારી બંને ટીમને એક સમાન 560,000 ડોલર (લગભગ 4.86 કરોડ રૂપિયા) મળશે.

જ્યારે પાંચમાં અને છઠ્ઠાં સ્થાન પર રહેનારી ટીમને એક સમાન 3,50,000 ડોલર (લગભગ 3.04 કરોડ રૂપિયા) મળશે જ્યારે સાતમાં અને આઠમાં સ્થાન પર રહેનારી ટીમને એક સમાન 1,40,000 (લગભગ 1.22 કરોડ રૂપિયા) ડોલર મળશે. આ ઉપરાંત દરેક ટીમને પ્રાઇઝ મનીની સાથે-સાથે દરેક મેચ માટે 29.53 લાખ રુપિયા આપવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 8 વર્ષ બાદ થઈ રહ્યું છે. અગાઉ આ ટૂર્નામેન્ટ છેલ્લે 2017માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી જ્યાં ફાઈનલમાં પાકિસ્તાન ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ વખત આઇસીસી ઈવેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે જ્યારે ગ્રુપ બી માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ખેલાડીનો ટીમમાં કરાયો સમાવેશ

ભારત પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમશે

આ સિઝનમાં ભારત પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે, જ્યારે ટીમ ઇન્ડિયાનો મુકાબલો 23 ફેબ્રુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન સામે થશે. આ સિવાય ભારત પોતાની ત્રીજી લીગ મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલ 4 અને 5 માર્ચે રમાશે. જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇનામની રકમ

  • વિજેતા ટીમ : 19.20 કરોડ રૂપિયા
  • રનર્સ-અપ : 9.73 કરોડ .
  • સેમિ ફાઇનલિસ્ટ : 4.86 કરોડ .
  • પાંચમું અને છઠ્ઠું સ્થાન : 3.4 કરોડ.
  • 7મું અને 8મું સ્થાન : 1.22 કરોડ.
  • દરેક મેચ માટે – 29.53 લાખ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ