Champions Trophy 2025, Ind vs BAN Match Score (ભારત વિ બાંગ્લાદેશ ક્રિકેટ સ્કોર) : મોહમ્મદ શમી (5 વિકેટ)ની શાનદાર બોલિંગ પછી શુભમન ગિલની અણનમ સદીની (101)મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.
બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 228 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતને 2 પોઇન્ટ મળ્યા છે. મેચમાં સદી ફટકારનાર શુભમન ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત હવે 23 ફેબ્રુઆરીએ કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
બાંગ્લાદેશ : તન્ઝીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસેન શાંતો( કેપ્ટન), તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ, મહેંદી હસન મિરાઝ, જેકર અલી, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.





