Champions Trophy 2025 IND vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અત્યાર સુધીની પડકારજનક પીચો પર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવી પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ભારત હવે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિડ હેડ જે ભારત માટે મુસીબત બન્યો છે. પરંતુ વર્તમાન ટીમ ઇન્ડિયાની સ્પિન બોલિંગ કિવી ખેલાડીઓ માટે ઘાતક બનવા સજ્જ છે. રવિવારે ન્યુઝીલેન્ડે જે સહન કર્યું તે મંગળવારે ઓસ્ટ્રેલિયાને ખૂબ જ પરેશાન કરી શકે છે.
દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી જીત મેળવી હતી, વરુણ ચક્રવર્તીએ પંજો લઇને ન્યૂઝીલેન્ડ ટીમને પરેશાન કરી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે પણ સ્વીકાર્યું કે ન્યુઝીલેન્ડ સ્પિન બોલરોથી દબાયું હતું.
ભારતની આ જીતથી ઓસ્ટ્રેલિયા પણ સમજી ગયું હશે કે ભારત સામેની સેમિફાઇનલ આસાન નહીં હોય. ભારતીય સ્પિનર તેમને આ બીજી ટ્રોફી જીતવા નહીં દે. 249 રનનો ટારગેટ ચેઝ કરી રહેલ ન્યૂઝીલેન્ડ ટીમ માંડ 200 રનમાં પવેલિયન ભેગી થઇ હતી. ભારતે 44 રનથી જીત મેળવી જે વર્તમાન ભારતીય ટીમની બોલિંગ શક્તિ દર્શાવે છે.
દુબઈ ભારતીય ચાહકોથી ભરેલું હોવાથી ભારતીય ટીમ એક ખાસ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે જે ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી શકે છે. બીજુ એ કે, ભારત સફેદ બોલ સાથે સારુ પ્રદર્શન કરતી ટીમ છે અને અગાઉ વર્લ્ડ કપ જીતવામાં ચૂકી ગયા પછી, પોતાને એક વધુ શક્તિશાળી ટીમ તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવા મથી રહી છે. ભારત મુશ્કેલ સ્થિતિમાં પણ આ મુકાબલો જીતવા પ્રયાસ કરશે.
દુબઈની પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં કરેલા વિજયની યાદ અપાવશે, પરંતુ ભારત જ મેદાનમાં મજબૂત ફેવરિટ તરીકે ઉતરશે કારણ કે તેમની પાસે સ્પિન આક્રમણ છે જે મેચ સાથે સ્કોર કરવા મુશ્કેલ લાગે છે. વરુણ રવિવારે લગભગ રમી ન શકાય તેવો હતો. પાકિસ્તાનમાં તેમના રોકાણ દરમિયાન 300 થી વધુનો સ્કોર નોંધાવનાર ન્યુઝીલેન્ડ આ વખતે ફક્ત 200 થી વધુ રન બનાવી શક્યું, તે દર્શાવે છે કે ભારત આ વખતે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે તૈયાર છે.





