Champions Trophy 2025, Pak vs NZ Score : ટોમ લેથમ (અણનમ 118) અને વિલ યંગ (107)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 60 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 47.2 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટોમ લેથમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
પાકિસ્તાન ઇનિંગ્સ
-ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટરન અને વિલિયમ ઓરોર્કે 3-3 વિકેટ ઝડપી.
-ખુશદિલ શાહ 49 બોલમાં 10 ફોર 1 સિક્સર સાથે 69 રને આઉટ થયો.
-બાબર આઝમના 90 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 64 રન.
-સલમાન આગા 28 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 42 રન બનાવી સ્મિથનો શિકાર બન્યો.
-બાબર આઝમે 81 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી.
-ફખર ઝમાન 41 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી બ્રેસવેલની ઓવરમાં કેચ આઉટ થઇ.
-મોહમ્મદ રિઝવાન 14 બોલમાં 3 રન બનાવી આઉટ.
-સઉદ શકીલ 19 બોલમાં 6 રન બનાવી વિલિયમ ઓરોર્કેની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – ભારતનું 8 ટૂર્નામેન્ટમાં કેવું રહ્યું છે પ્રદર્શન, જાણો કોણે બનાવ્યા છે સૌથી વધારે રન
ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ
-પાકિસ્તાન તરફથી હરિસ રાઉફ અને નસીમ શાહે 2-2 વિકેટ ઝડપી. અબરાર અહમદને 1 વિકેટ મળી.
-ટોમ લેથમના 104 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે અણનમ 118 રન.
-ગ્લેન ફિલિપ્સ 39 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 61 રન બનાવી હરિસ રાઉફનો શિકાર બન્યો.
-ટોમ લેથમે 95 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે સદી ફટકારી
-વિલ યંગ 113 બોલમાં 12 ફોર 1 સિક્સર સાથે 107 રને નસીમ શાહનો શિકાર બન્યો.
-ટોમ લેથમની 59 બોલમાં 4 ફોર સાથે અડધી સદી
-વિલ યંગે 107 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે સદી ફટકારી.
-ડેરિલ મિચેલ 24 બોલમાં 10 રને હરિસ રાઉફનો શિકાર બન્યો.
-વિલ યંગે 56 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-કેન વિલિયમ્સન 2 બોલમાં 1 રને નસીમ શાહની ઓવરમાં કેચ આઉટ. ન્યૂઝીલેન્ડે 40 રને બીજી વિકેટ ગુમાવી.
-ડેવોન કોનવે 17 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી અબરાર અહેમદની ઓવરમાં બોલ્ડ થયો.
-ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમ્સન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓરોર્કે
પાકિસ્તાન : ફખર ઝમાન, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.





