ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાન આ 3 શરતો પર હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, ત્રીજી શરત પર ફસાઇ શકે છે પેંચ

Champions Trophy 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસીના સૂચનો બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ હોસ્ટિંગ મોડલને સ્વીકારવા માટે તૈયાર છે. પરંતુ પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ પણ આ માટે કેટલીક શરતો મૂકી છે

Written by Ashish Goyal
November 30, 2024 20:40 IST
ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાન આ 3 શરતો પર હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, ત્રીજી શરત પર ફસાઇ શકે છે પેંચ
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે (Pics : X)

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન અંગે બબાલ ચાલી રહી છે. જોકે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આઇસીસીના સૂચનો બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ હોસ્ટિંગ મોડેલને સ્વીકારવા માટે તૈયાર છે. પરંતુ પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ પણ આ માટે કેટલીક શરતો મૂકી છે. નકવીએ આ માટે ત્રણ મુખ્ય શરતો રાખી છે, જેમાં ત્રીજી શરત પર પેંચ ફસાઇ શકે છે.

આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે હાઈબ્રિડ મોડલ જ એકમાત્ર વિકલ્પ છે. 29 નવેમ્બરે આઈસીસીની બેઠક દરમિયાન પીસીબીને આ વાતની જાણકારી આપવામાં આવી હતી, જ્યારે ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન નહીં જવા દેવાનો નિર્ણય કર્યો હતો.

આ સમસ્યાનું નિરાકરણ ફક્ત હાઈબ્રિડ મોડલ દ્વારા જ થઈ શકે છે અને આ પાકિસ્તાનને ટૂર્નામેન્ટ માટે આંશિક હોસ્ટિંગ અધિકારો જાળવી રાખવાની મંજૂરી આપશે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ પર તૈયાર થઈ શકે છે, પરંતુ આ માટે તેમની ત્રણ શરતો છે.

શરત નંબર 1- ભારતની તમામ મેચ દુબઈમાં યોજાવી જોઈએ

પીસીબીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની બધી મેચો દુબઇમાં યોજાવી જોઇએ. જેમાં ગ્રુપ સ્ટેજ, સેમિફાઇનલ અને ફાઇનલ (જો તેઓ ક્વોલિફાઇ થાય તો) સામેલ છે.

આ પણ વાંચો – અંડર-19 એશિયા કપ, ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે પરાજય

શરત નંબર 2- લાહોરમાં બેકઅપ હોસ્ટિંગ

પીસીબીનું કહેવું છે કે જો ભારત આ ટૂર્નામેન્ટમાં ગ્રૂપ સ્ટેજથી આગળ ના વધી શકે તો પાકિસ્તાનને લાહોરમાં સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની યજમાનીનો અધિકાર આપવામાં આવે.

શરત નંબર 3- પાકિસ્તાન ભારતમાં નહીં રમે

પીસીબીએ વિનંતી કરી છે કે જો ભારત ભવિષ્યમાં આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરશે તો પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળોએ રમાશે. આ શરત પર કેટલી સહમતિ થઈ શકે છે તે જોવાનું રહેશે કારણ કે આગામી ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતમાં જ રમાવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ