હવે બાંગ્લાદેશના ભરોસે પાકિસ્તાન, ભારત સામે પરાજય પછી આવું છે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ

Pakistan Champions Trophy Semi Final Qualifiction Scenario : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન ખરાબ હાલતમાં છે. ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની હાર બાદ તેમની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા નહિવત્ છે

Written by Ashish Goyal
February 23, 2025 23:27 IST
હવે બાંગ્લાદેશના ભરોસે પાકિસ્તાન, ભારત સામે પરાજય પછી આવું છે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા નહિવત્ છે (Pics : @TheRealPCB)

Pakistan Champions Trophy Semi Final Qualifiction Scenario : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન ખરાબ હાલતમાં છે. ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની હાર બાદ તેમની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા નહિવત્ છે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીના નોકઆઉટમાં પ્રવેશશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે.

પાકિસ્તાનને હરાવીને ભારત ગ્રુપ એમાં ટોચ પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડ 1 જીત સાથે બીજા નંબર પર છે. બાંગ્લાદેશ ત્રીજા અને પાકિસ્તાન ચોથા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ હવે બાંગ્લાદેશ પર નિર્ભર છે. જો આ ગ્રૂપની આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જશે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ મહત્વની મેચ સોમવારે (24 ફેબ્રુઆરી)ના રોજ રાવલપિંડીમાં રમાશે. પાકિસ્તાનની નજર આ મેચ પર રહેશે.

પાકિસ્તાનનું સેમિ ફાઇનલમાં પહોંચવાનું ગણિત

પાકિસ્તાનની ટીમ ઇચ્છા રાખશે કે બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડ સામે જીતે. આનાથી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને 2-2 પોઈન્ટ મળશે. ભારતના 4 પોઇન્ટ હશે. પાકિસ્તાન રેસમાં રહેશે. જોકે બાંગ્લાદેશનો સોમવારે ન્યૂઝીલેન્ડ સામે પરાજય થશે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બહાર થઇ જશે.

આ પણ વાંચો – વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ માઇલસ્ટોન, સચિન તેંડુલકરથી નીકળી ગયો આગળ

બાંગ્લાદેશની ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ પાકિસ્તાને ગ્રુપ સ્ટેજની આખરી મેચમાં જીતવું જ પડશે. તેણે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે જીતવું પડશે. આ પછી તેમણે પ્રાર્થના કરવી પડશે કે ભારત ન્યૂઝીલેન્ડને હરાવે. ત્યારે આ મામલો નેટ રન-રેટ પર આવશે. ભારત સાથે ત્રણેય ટીમોની શ્રેષ્ઠ રનરેટ ધરાવતી ટીમ સેમિ ફાઇનલમાં હશે.

જો બાંગ્લાદેશ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવશે તો તે સેમિ ફાઈનલમાં પહોંચી હશે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ પર આઉટ થવાનો ખતરો રહેશે. ત્યારે 3 માર્ચે ન્યૂઝીલેન્ડ માટે ભારત સામે જીતવું જરૂરી બની રહેશે. જો આમ થશે તો ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ થઈ જશે. વધુ સારી નેટ રન-રેટ ધરાવતી ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આગળના રાઉન્ડમાં જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ