Virat Kohli 14000 Runs: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ દુબઈમાં પાકિસ્તાન સામેની મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ વન ડે ક્રિકેટમાં 14,000 રન પુરા કર્યા હતા અને તે આ ફોર્મેટમાં સૌથી ઓછી ઈનિંગમાં રનના આ આંકડા સુધી પહોંચનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. કોહલીએ સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
વિરાટ કોહલી વન-ડેમાં 14 હજાર રન બનાવનાર વિશ્વનો ત્રીજો ખેલાડી છે. આ સાથે તે સચિન તેંડુલકર અને કુમાર સંગાકારાની ખાસ યાદીમાં સામેલ થઇ ગયો છે. કોહલી અગાઉ વન ડેમાં 14,000 કે વધુ રન ફટકારનારા બેટ્સમેનોમાં જ સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા જ છે.
કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ 287 ઇનિંગ્સમાં વન-ડેમાં પોતાના 14 હજાર રન પૂરા કર્યા હતા અને તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિન તેંડુલકરે વન ડેમાં 350 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ 287 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે અને પ્રથમ સ્થાને આવી ગયો છે. આ યાદીમાં કુમાર સંગાકારા ત્રીજા ક્રમે છે, જેમણે 378 ઈનિંગમાં 14,000 રન પુરા કર્યા હતા.
વન-ડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 14,000 રન પૂરા કરનાર બેટ્સમેન
- 287 ઇનિંગ્સ – વિરાટ કોહલી
- 350 ઇનિંગ્સ – સચિન તેંડુલકર
- 378 ઇનિંગ્સ – કુમાર સંગાકારા
કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપી 8000થી 14,000 રન ફટકાર્યા
કોહલી વનડેમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો, પરંતુ તે પહેલા ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી ઝડપી 8000, 9000, 10,000, 11,000, 12,000, 13,000 રન બનાવનાર બેટ્સમેન પણ છે. જોકે વન ડેમાં ફાસ્ટેસ્ટ 15000, 16000, 17000 અને 18000 રન ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
આ પણ વાંચો – વર્ષ બદલાયું, ટૂર્નામેન્ટ બદલાઇ પણ ના બદલાયું ટીમ ઇન્ડિયાનું નસીબ, બનાવી નાખ્યો આવો અજીબ રેકોર્ડ
વન-ડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 1000થી 18,000 રન ફટકારનારા પ્લેયર્સ
- 1000 રન – ફખર ઝમાન (18 ઇનિંગ્સ)
- 2000 રન – શુભમન ગિલ (38 ઇનિંગ્સ)
- 3000 રન – હાશિમ અમલા (57 ઇનિંગ્સ)
- 4000 રન – હાશિમ અમલા (81 ઇનિંગ્સ)
- 5000 રન – બાબર આઝમ (97 ઇનિંગ્સ)
- 6000 રન – હાશિમ અમલા /બાબર આઝમ (123 ઇનિંગ્સ)
- 7000 રન – હાશિમ અમલા (150 ઇનિંગ્સ)
- 8000 રન – વિરાટ કોહલી (175 ઇનિંગ્સ)
- 9000 રન – વિરાટ કોહલી (194 ઇનિંગ્સ)
- 10000 રન – વિરાટ કોહલી (205 ઇનિંગ્સ)
- 11000 રન – વિરાટ કોહલી (222 ઇનિંગ્સ)
- 12000 રન – વિરાટ કોહલી (242 ઇનિંગ્સ)
- 13000 રન – વિરાટ કોહલી (267 ઇનિંગ્સ)
- 14000 રન – વિરાટ કોહલી (287 ઇનિંગ્સ)
- 15000 રન – સચિન તેંડુલકર (377 ઇનિંગ્સ)
- 16000 રન – સચિન તેંડુલકર (399 ઇનિંગ્સ)
- 17000 રન – સચિન તેંડુલકર (424 ઇનિંગ્સ)
- 18000 રન – સચિન તેંડુલકર (440 ઇનિંગ્સ)