ICC Champions Trophy 2025 Date, Live Streaming: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી સિઝનમાં વનડે ફોર્મેટમાં આઠ શ્રેષ્ઠ ટીમો વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટ વર્ષ 2017 બાદ પ્રથમ વખત રમાશે. 2017માં પાકિસ્તાને પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની યજમાની કરશે, જ્યારે ભારત તેની તમામ મેચો દુબઈ (યુએઈ)માં જ રમશે. 19 ફેબ્રુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન મેચમાં યજમાન પાકિસ્તાનનો મુકાબલો કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બધી મેચો ડે નાઇટ રહેશે અને ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 કલાકેથી મેચ શરુ થશે. આ ટૂર્નામેન્ટ વિશે બધી માહિતી અહી જણાવી રહ્યા છીએ.
ગ્રુપ
ગ્રુપ એ : પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ
ગ્રુપ બી : ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા
ફોર્મેટ
સ્પર્ધાનું ફોર્મેટ એવું જ છે જે 2006માં આઠ ટીમો જોડાયા બાદથી છે. તમામ આઠ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવી છે, જેમાં પ્રત્યેક ટીમ ગ્રુપની દરેક અન્ય ટીમ સામે એક-એક વખત રમે છે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે. આ પછી ફાઇનલ મુકાબલો રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાઇઝ મની
ચેમ્પિયન્સ ટ્રોફીની આઠ ટીમો વચ્ચે 2.24 મિલિયન અમેરિકન ડોલર (આશરે રુપિયા 19.45 કરોડ)ના ઈનામ મેળવવા જંગ થશે. એટલે કે ચેમ્પિયન બનનારી ટીમને આટલા રુપિયા મળશે. રનર્સ અપને 1.12 લાખ ડોલર મળશે, જ્યારે સેમિ ફાઈનલમાં હારનારી પ્રત્યેક ટીમને 5,60,000 ડોલર (આશરે રુપિયા 4.86 કરોડ) મળશે. 2017ની આવૃત્તિથી કુલ ઇનામી રકમ 53 ટકા વધીને 6.9 મિલિયન ડોલર (આશરે 60 કરોડ રૂપિયા) થઈ ગઈ છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી : ભારતનું 8 ટૂર્નામેન્ટમાં કેવું રહ્યું છે પ્રદર્શન, જાણો કોણે બનાવ્યા છે સૌથી વધારે રન
ગ્રુપ – A
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
બાંગ્લાદેશ : નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્યા સરકાર, તન્ઝિદ હસન, તૌહિદ હ્રદોય, મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝાકીર અલી અનિક, મહેંદી હસન મિરાઝ, રિયાદ હુસૈન, તસ્કીન અહમદ, મુસ્તફિઝુર રહમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહમદ, તન્ઝીમ હસન શાકીબ, નાહિદ રાણા.
ન્યૂઝીલેન્ડ : મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, વિલિયમ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.
પાકિસ્તાન : મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરીસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
ગ્રુપ – B
અફઘાનિસ્તાન : હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝાદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદિન નાઇબ, અઝમાતુલ્લાહ ઉમરઝાઇ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોતી, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવિદ ઝાદરાન. રિઝર્વ: દરવેશ રસૂલી, બિલાલ સામી.
ઇંગ્લેન્ડ : જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશિદ, જો રૂટ, શાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વૂડ.
ઓસ્ટ્રેલિયા : સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન ડવાશિર્સ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગુર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝામ્પા. ટ્રાવેલિંગ રિઝર્વ: કૂપર કોનોલી.
સાઉથ આફ્રિકા : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, માર્કો યાનસેન, હેનરિચ ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી, કાગિસો રબાડા, રાયન રિકેલ્ટન, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, કોર્બીન બોશ. ટ્રાવેલિંગ રિઝર્વ: ક્વેના મફાકા.
ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ હાઈવોલ્ટેજ મેચ
કરાચીના નેશનલ સ્ટેડિયમમાં 19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થશે, જેમાં યજમાન ટીમ પાકિસ્તાન ગ્રુપ-એ એ માં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. બે વખતની વિજેતા અને 2017ની રનર્સ અપ ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી તરત જ બ્લોકબસ્ટર વીકએન્ડમાં 23 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
આના એક દિવસ પહેલા 22મી ફેબ્રુઆરીએ હાલની વન ડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ પણ તેના જૂના હરિફ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઈનલ અનુક્રમે 4 માર્ચ અને 5 માર્ચે દુબઈ અને લાહોરમાં રમાશે. ફાઇનલ 9 માર્ચે યોજાશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે મેચ દુબઈમાં રમાશે. ભારત ક્વોલિફાય નહીં થાય તો ફાઇનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ
- પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, 19 ફેબ્રુઆરી 19, કરાચી
- ભારત વિ બાંગ્લાદેશ , 20 ફેબ્રુઆરી, દુબઇ.
- અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, 21 ફેબ્રુઆરી, કરાચી
- ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેન્ડ, 22 ફેબ્રુઆરી, લાહોર
- ભારત વિ પાકિસ્તાન, 23 ફેબ્રુઆરી, દુબઇ
- બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ, 24 ફેબ્રુઆરી, રાવલપિંડી
- ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, 25 ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ, 26 ફેબ્રુઆરી, લાહોર
- પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, 27 ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, 28 ફેબ્રુઆરી, લાહોર
- દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ, 1 માર્ચ, કરાચી
- ભારત વિ ન્યૂઝીલેન્ડ, 2 માર્ચ, દુબઇ
- સેમિ ફાઇનલ 1, 4 માર્ચ, દુબઇ,
- સેમિ ફાઇનલ 2, 5 માર્ચ, લાહોર
- ફાઇનલ, 9 માર્ચ, લાહોર (ભારત ક્વોલિફાય થાય તો દુબઈમાં રમાશે)
- રિઝર્વ ડે, 10 માર્ચ
આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારતમાં આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ18 નેટવર્ક કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર કરવામાં આવશે.





