Champions Trophy, Viral kohli video : ભારતીય ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત બાદ મેદાન પર લાંબા સમય સુધી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દરમિયાન કોહલીનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થયો છે જે દર્શાવે છે કે ટીમના ખેલાડીઓ માત્ર એકબીજા માટે જ નહીં પરંતુ એકબીજાના પરિવાર માટે પણ ઘણું સન્માન ધરાવે છે.
જીત બાદ ખેલાડીઓને સ્ટેજ પર બોલાવીને કોટ અને મેડલ આપવામાં આવ્યા હતા. આ પછી કોહલી અને શમી મેદાન પર સાથે હતા. આ દરમિયાન શમીની માતા કોહલીની સામે આવી. કોહલીએ તેના ચરણ સ્પર્શ કર્યા. શમીની માતાએ તેની પીઠ પર હાથ રાખીને તેને આશીર્વાદ આપ્યા હતા. મુસ્લિમોમાં પગ સ્પર્શ કરવાની કોઈ પરંપરા નથી પરંતુ શમીની માતા માટે માત્ર કોહલીની ચેષ્ટા જ મહત્વની હતી.
સોશિયલ મીડિયા પર પણ ચાહકોએ કહ્યું કે માતા માતા હોય છે. એક યુઝરે લખ્યું કે, ‘કોહલીએ તસવીર ક્લિક કરતા પહેલા શમીની માતાના પગને સ્પર્શ કર્યો હતો. જે ખેલાડીને તેના વલણને કારણે જજ કરવામાં આવે છે તેની અંદર ઘણા બધા મૂલ્યો હોય છે.
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી રોહિત અને કોહલીને યાદ આવ્યું અમદાવાદ? મેદાનમાં આ રીતે કરી ઉજવણી
અન્ય યુઝરે લખ્યું, ‘કેટલો સુંદર હાવભાવ હતો.’ વિરાટ કોહલીએ મોહમ્મદ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા તે કેટલો સુંદર અને અસલી વ્યક્તિ છે. એક મહાન રમતવીર પણ.
કોહલી ફાઈનલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો પરંતુ પાકિસ્તાન સામેની તેની જીતની સદી અને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં અડધી સદી મહત્વની હતી, “તે અદ્ભુત છે,” કોહલીએ બ્રોડકાસ્ટર ‘જિયો હોટસ્ટાર’ને કહ્યું. ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસ બાદ અમે બાઉન્સ બેક કરવા અને મોટી ટૂર્નામેન્ટ જીતવા માગતા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીની જીત અદ્ભુત છે.”





