Champions Trophy Winners Teams List : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં રમાશે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પછી ચેમ્પિયન્સ ટ્રોફી બીજી સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ છે. 19 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને 9 માર્ચે ફાઇનલ મુકાબલો રમાશે. 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો દુબઈમાં રમાશે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ભારત પોતાની બધી મેચો દુબઈમાં રમશે.
પાકિસ્તાનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની 9 મી સિઝન હશે. આ પહેલા 8 વખત આ ટૂર્નામેન્ટ રમાઇ છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 2-2 વખત ચેમ્પિયન બન્યા છએ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પ્રથમ વખત 1998માં રમાઇ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ વિજેતા હતી. અંતિમ વખત આ ટૂર્નામેન્ટ 2017માં રમાઇ હતી. જેમાં પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી. એટલે હવે 8 વર્ષ પછી આ ટૂર્મામેન્ટ રમાઇ રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા ટીમ
વર્ષ ચેમ્પિયન રનર્સ અપ 1998 દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝ 2000 ન્યૂઝીલેન્ડ ભારત 2002 ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા – 2004 વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લેન્ડ 2006 ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝ 2009 ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ 2013 ભારત ઇંગ્લેન્ડ 2017 પાકિસ્તાન ભારત
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી – 23 ફેબ્રુઆરીએ ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે જંગ ખેલાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-એમાં છે. અન્ય બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ બી – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ
- પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, 19 ફેબ્રુઆરી 19, કરાચી
- ભારત વિ બાંગ્લાદેશ , 20 ફેબ્રુઆરી, દુબઇ.
- અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, 21 ફેબ્રુઆરી, કરાચી
- ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેન્ડ, 22 ફેબ્રુઆરી, લાહોર
- ભારત વિ પાકિસ્તાન, 23 ફેબ્રુઆરી, દુબઇ
- બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ, 24 ફેબ્રુઆરી, રાવલપિંડી
- ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, 25 ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ, 26 ફેબ્રુઆરી, લાહોર
- પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, 27 ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, 28 ફેબ્રુઆરી, લાહોર
- દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ, 1 માર્ચ, કરાચી
- ભારત વિ ન્યૂઝીલેન્ડ, 2 માર્ચ, દુબઇ
- સેમિ ફાઇનલ 1, 4 માર્ચ, દુબઇ,
- સેમિ ફાઇનલ 2, 5 માર્ચ, લાહોર
- ફાઇનલ, 9 માર્ચ, લાહોર (ભારત ક્વોલિફાય થાય તો દુબઈમાં રમાશે)
- રિઝર્વ ડે, 10 માર્ચ