Cheteshwar Pujara Retires: ચેતેશ્વર પૂજારાનો ક્રિકેટમાંથી સંન્યાસ, 26 મહિનાથી ટીમ ઈન્ડિયા માંથી બહાર હતો

Cheteshwar Pujara Retires From Indian Cricket Team : ચેતેશ્વર પૂજારાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023 બાદ ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પુજારાનો નિવૃત્તિનો નિર્ણય આશ્ચર્યજનક રહ્યો. તાજેતરમાં જ તે ડોમેસ્ટિક ક્રિકેટની આગામી સિઝન માટે ઉપલબ્ધ હતો.

Written by Ajay Saroya
Updated : August 24, 2025 14:05 IST
Cheteshwar Pujara Retires: ચેતેશ્વર પૂજારાનો ક્રિકેટમાંથી સંન્યાસ, 26 મહિનાથી ટીમ ઈન્ડિયા માંથી બહાર હતો
Cheteshwar Pujara Retires: ચેતેશ્વર પૂજારા, ભારતીય ક્રિકેટર. (Photo: @cheteshwar_pujara)

Cheteshwar Pujara Retires From Indian Cricket Team : ભારતીય ક્રિકેટ લેજન્ડ ચેતેશ્વર પુજારાએ રવિવારે (24 ઓગસ્ટ) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે 26 મહિના સુધી ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યા હતા. 2023 બાદ ભારતીય ટીમમાંથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બહાર થઈ ગયો હતો. આ પછી પણ પુજારાનો અચાનક નિવૃત્તિનો નિર્ણય આશ્ચર્યજનક છે. ગત સપ્તાહે એવા અહેવાલ આવ્યા હતા કે, તે ડોમેસ્ટીક ક્રિકેટની આગામી સિઝન માટે સૌરાષ્ટ્ર તરફથી રમવા માટે ઉપલબ્ધ રહેશે.

ચેતેશ્વર પુજારાએ ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ નોટ લખીને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. “ભારતીય જર્સી પહેરવી, રાષ્ટ્રગીત ગાવું અને જ્યારે પણ તમે મેદાન પર પગ મૂકશો ત્યારે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો – આનો વાસ્તવિક અર્થ શબ્દોમાં મૂકવો અશક્ય છે. પરંતુ તેઓ કહે છે તેમ, દરેક સારી બાબતનો અંત આવે છે અને અત્યંત કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ”

ચેતેશ્વર પૂજારાની ક્રિકેટ કારકિર્દી

37 વર્ષીય ચેતેશ્વર પૂજારાએ 2010માં ડેબ્યૂ કર્યા બાદ ભારત માટે 103 ટેસ્ટ અને પાંચ વન ડે રમી હતી. તેણે 43.60ની સરેરાશથી 7,195 ટેસ્ટ રન ફટકાર્યા હતા, જેમાં 19 સદી અને 35 હાફ સેન્ચ્યુરી સામેલ હતી. તેનો સર્વાધિક સ્કોર 205 રન હતો. એક દાયકાથી વધુ સમય સુધી, તે ભારતનો સૌથી વિશ્વસનીય નંબર 3 બેટ્સમેન રહ્યો. ભારત અને વિદેશમાં ટીમના કેટલાક સૌથી મોટા ટેસ્ટ વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં પુજારા 8માં ક્રમે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 21301 રન બનાવ્યા છે.

ચેતેશ્વર પૂજારા IPO કરિયર

ચેતેશ્વર પુજારાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચાર ટીમો – કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એક પણ મેચ રમવા મળી નહતી. આઇપીએલમાં પુજારાએ 30 મેચમાં 20.52ની એવરેજ અને 99.74ના સ્ટ્રાઇક રેટથી 390 રન ફટકાર્યા હતા. તેમાં 1 અડધી સદી સામેલ છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતની પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતનો હિસ્સો

ચેતેશ્વર પુજારાએ ડિસેમ્બર 2005માં અને આ વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્ર તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ. છેલ્લી રણજી ટ્રોફી સીઝનમાં પણ તેના માટે રમ્યો હતો. તેણે 2010ના અંતમાં બેંગાલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને તે 2018-19 અને 2020-21માં તેમની સામે ઐતિહાસિક સીરિઝ વિજયનો હિસ્સો હતા. તે 2018-19માં 521 રન સાથે ચાર ટેસ્ટની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા. ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ભારતનો આ સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય હતો.

.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ