કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી હટાવવામાં આવી હોકી, ક્રિકેટ, રેસલિંગ અને બેડમિન્ટન, જાણો ભારતને થશે કેટલું નુકસાન

Commonwealth Games Glasgow 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026 પહેલા પણ ભારતને મોટો ફટકો પડ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સમાંથી છ રમતોને પડતી મુકવામાં આવી છે. આમાંથી મોટાભાગની રમત એવી છે જ્યાં ભારતને મેડલની આશા હતી

Written by Ashish Goyal
Updated : October 22, 2024 15:02 IST
કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી હટાવવામાં આવી હોકી, ક્રિકેટ, રેસલિંગ અને બેડમિન્ટન, જાણો ભારતને થશે કેટલું નુકસાન
Asian Champions Trophy 2024 Semi-Final : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયા સામે 4-1થી વિજય મેળવ્યો (તસવીર - હોકી ઇન્ડિયા ટ્વિટર)

Commonwealth Games Glasgow 2026, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026 પહેલા પણ ભારતને મોટો ફટકો પડ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સમાંથી છ રમતોને પડતી મુકવામાં આવી છે. આ રમતોમાં બેડમિન્ટન, ક્રિકેટ, હોકી, સ્ક્વોશ, ટેબલ ટેનિસ અને કુશ્તીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક મેજર રમતોને પણ દૂર કરવામાં આવી છે જ્યાં ભારતને મેડલની આશા છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ગ્લાસગોમાં 23 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી થશે.

છેલ્લે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં થયું હતુ. ભારતે અહીં 12 ગેમ્સમાં મેડલ જીત્યા હતા. હવે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં આ 12માંથી છ રમતોને સામેલ કરવામાં આવશે નહીં. બર્મિંગહામ ગેમ્સમાં તીરંદાજી અને શૂટિંગનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ગેમ્સ ગ્લાસગોમાં પણ જોવા મળશે નહીં.

આ બધી રમતોને દૂર કરવા પાછળનું કારણ આર્થિક છે

આટલી બધી રમતોને દૂર કરવા પાછળનું કારણ આર્થિક છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું. જોકે ઓસ્ટ્રેલિયાએ આર્થિક તંગીને કારણભૂત ગણાવીને પીછેહઠ કરી હતી. ગ્લાસગો, સ્કોટલેન્ડ છેલ્લી ઘડીએ આગળ આવ્યું હતું. જોકે તેણે આર્થિક કારણોસર ઓછી રમતોને સમાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો, આ પછી કોમનવેલ્થ ફેડરેશને તેનો સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચો – આઈપીએલ મેગા હરાજી 2025 : ખેલાડીઓને રિટેન કરવા પર કોને કેટલી રકમ મળશે, જાણો

કોમનવેલ્થ ગેમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્લાસગો સીડબ્લ્યુજીના આયોજકોએ જણાવ્યું હતું કે રમતગમતની ઇવેન્ટમાં એથ્લેટિક્સ અને પેરા-એથ્લેટિક્સ, બોક્સિંગ, બાઉલ્સ અને પેરા-બાઉલ્સ, સ્વિમિંગ અને પેરા-સ્વિમિંગ, કલાત્મક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાયકલિંગ અને પેરા-ટ્રેક સાયકલિંગ, નેટબોલ, વેઇટલિફ્ટિંગ અને પેરા-એથ્લેટિક્સનો સમાવેશ કરવામાં આવશે. પાવરલિફ્ટિંગ, જુડો અને 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ પણ યોજાશે.

આનાથી ભારતની મેડલ ટેલીમાં કેવી અસર થશે?

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 2022માં ભારતે 16 ગેમ્સમાં 210 એથ્લેટ્સ મોકલ્યા હતા. આ દરમિયાન 61 મેડલ જીત્યા હતા. તેમાંથી 30 મેડલ એવી રમતોમાંથી હતા જે 2026ની ગ્લાસગો ગેમ્સમાં જોવા મળશે નહીં. જેમાં બેડમિન્ટનમાં 6 મેડલ જીત્યા હતા. આ સિવાય ક્રિકેટ (1 મેડલ), હોકી (2 મેડલ), સ્ક્વોશ (2 મેડલ), ટેબલ ટેનિસ (7 મેડલ), કુસ્તી (12 મેડલ)માં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું હતું.

ગ્લાસગો ગેમ્સ 2026માં જે દસ ગેમ્સ છે તેમાંથી બોક્સિંગ (CWG 22 માં 7 મેડલ), જુડો (CWG 22માં 3 મેડલ) અને વેઈટલિફ્ટિંગ (CWG 22માં 10 મેડલ)માં જ ભારતને મેડલની આશા રહેશે. જોકે ઓલિમ્પિકમાં આ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ