/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/CricHeroes-founder-abhishek-desai.jpg)
CricHeroes એપ ના ફાઉન્ડર અભિષેક દેસાઇ (તસવીર - વોટ્સએપ સ્ટોરી)
CricHeroes App : ભારતમાં ક્રિકેટનો જબજરસ્ત ક્રેઝ છે. ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે. ક્રિકેટની દિવાનગી એવી છે કે ઘરે-ઘરે ચર્ચા થાય છે. ગુજરાતના અભિષેક દેસાઇએ યુવાઓની આ દિવાનગીને ધ્યાનમાં રાખીને એક એવી ક્રિકેટ એપ બનાવી છે. જે લોકલ લેવી રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્કોરને લાઇવ બતાવે છે.
આ એપની કેવી રીતે થઇ શરૂઆત
એક વખત અભિષેક દેસાઇ એક ચા ની કિટલી પર બેઠા હતા. તે સમયે કેટલા યુવકો કિટલી પર આવ્યા અને ક્રિકેટ સ્કોર, મેચ પર ચર્ચા કરવા લાગ્યા હતા. યુવકો પાસે કોઇ ડેટા ન હતા. તે સમયે તેમણે વિચાર કર્યો કે કોઇ એવી એપ તૈયાર કરવામાં આવે જેમાં બધા ડેટા હોય, સ્કોર હોય, સ્ટ્રીમિંગ થાય. સ્કોરના ડેટા તૈયાર કરવા માટે કાગળનો સહારો લેવો પડે છે. મેચ પછી ડેટા અને કાગળ નકામા થઇ જાય છે. આથી અભિષેક દેસાઇએ એક ડેટા રાખી શકે તેવી CricHeroes નામની એપ તૈયાર કરી હતી. 2016માં ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજમાં એક ટૂર્નામેન્ટ આયોજિત થઇ હતી. જેમાં 50 કોલેજોએ ભાગ લીધો હતો. આ એપ દ્વારા આખી ટૂર્નામેન્ટનો સ્કોર નોંધવામાં આવ્યો હતો.
કેવી રીતે કરી શકાય એપનો ઉપયોગ
એપ્લિકેશનમાં મેચ સ્કોર કરવી અથવા ટૂર્નામેન્ટની નોંધણી કરવી એ દરેક વ્યક્તિ માટે મફત છે. ક્રિક હિરોઝમાં એપના ઉપયોગ માટે પ્લેયર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. સ્કોરિંગ લોગ ઇન પછી મેચની લાઇવ સ્કોરિંગ શરુ થાય છે. તેને આખી દુનિયામાં જોઇ શકાય છે. ક્રિકેટર અહીં પોતાની પ્રોફાઇલ પણ ક્રિએટ કરી શકે છે. રનથી લઇને સ્ટ્રાઇક રેટ સુધી બધા આંકડા અહીં સુરક્ષિત રહે છે. જો કોઇ મેચને લાઇવ સ્ટ્રીમ કરવા માંગે છે તો તેના માટે પ્રતિ મેચ નજીવી કિંમત ચુકવવી પડે છે.
આ પણ વાંચો - ગિલને કેપ્ટન બનાવીને ગુજરાત ટાઇટન્સે ભૂલ કરી? એબી ડી વિલિયર્સ આ નિર્ણયથી ખુશ નથી
ભારતના ક્રિકેટ નેટવર્ક તરીકે ઓળખાતી CricHeroes એપ લાઇવ સ્કોર પૂરા પાડે છે જે આંતરરાષ્ટ્રીય મેચોમાં જોવા મળે છે. આ સિવાય પ્લેયર ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેન/બોલર જેવી ખેલાડીઓની સિદ્ધિઓને પણ ઓળખે છે, જેનાથી ખેલાડીઓ તેમની કુશળતા અને પ્રગતિને ટ્રેક કરી શકે છે. એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાઓ સ્થાનિક ક્રિકેટ મેચો અને ટૂર્નામેન્ટો સાથે જોડાઈ શકે છે, તેમની પોતાની મેચો ગોઠવી શકે છે અને તેમની ક્રિકેટની સિદ્ધિઓ અન્ય ખેલાડીઓ સાથે શેર કરી શકે છે. CricHeroes ખેલાડીઓના આંકડાઓ પણ ટ્રેક કરે છે જેમ કે રન રેટ, લીધેલી વિકેટ, બેટિંગ એવરેજ વગેરે.
CricHeroes એ સમગ્ર ભારતમાં અને વિદેશમાં 1,600થી વધુ સ્થળોએ 200,000થી મેચો અને 13,000થી વધુ ટૂર્નામેન્ટ્સના સ્કોર કર્યા છે. 50 ક્રિકેટ એસોસિએશનો સાથે ઘણા ક્રિકેટરો પણ આ સેવાનો ઉપયોગ કરે છે. આ એપને એડિટર્સ ચોઈસ એપ તરીકે પસંદ કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us