T20 Highest Century Records: ટી20 ક્રિકેટ રેકોર્ડ, 10 સદી સાથે બાબર આઝમ બન્યો વિશ્વનો બીજો ખેલાડી, જાણો વિરાટ કોહલી કયાં?

T20 Highest Century Records: ટી20 ક્રિકેટ રેકોર્ડ, 10 સદી સાથે બાબર આઝમ બન્યો વિશ્વનો બીજો ખેલાડી, જાણો વિરાટ કોહલી કયા સ્થાને?

T20 Highest Century Records: ટી20 ક્રિકેટ રેકોર્ડ, 10 સદી સાથે બાબર આઝમ બન્યો વિશ્વનો બીજો ખેલાડી, જાણો વિરાટ કોહલી કયા સ્થાને?

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Babar Azam | T20 Records in Gujarati | T20 Highest century records

T20 Records: ટી 20 ફોર્મેટમાં પાકિસ્તાની ખેલાડી બાબર આઝમે રેકોર્ડ બનાવ્યો છે.

T20 Highest Century Records: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ એ સોમવારે ઇતિહાસ રચ્યો. બાબર આઝમ ટી20 ક્રિકેટમાં 10 કે તેથી વધુ સદી ફટકાર દુનિયાનો બીજો ખેલાડી બન્યો છે. બાબર આઝમે આ રેકોર્ડ લંકા પ્રીમિયર લીગ (LPL) રમતાં બનાવ્યો છે. કોલંબો સ્ટ્રાઇકર્સ તરફથી રમતાં તેણે આ સિધ્ધિ ગાલે ટાઇટન્સ વિરૂધ્ધ મેળવી હતી.

Advertisment

બાબર આઝમ એ ગાલે ટાઇટન્સ વિરૂધ્ધની મેચમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 59 બોલમાં 104 રન બનાવ્યા હતા. બાબરની આ ધુંઆધાર બેટિંગને લીધે કોલંબો સ્ટ્રાઇકર્સે ગાલે ટાઇટન્સ વિરૂધ્ધ 7 વિકેટથી જીત મેળવી હતી. બાબરે ટી 20 ક્રિકેટમાં 10 મી સદી ફટકારી વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

ટી20 ક્રિકેટની વાત કરીએ તો બાબર આઝમ અત્યાર સુધી 264 ટી20 મેચમાં 254 ઇનિંગ રમ્યો છે અને 10 સદી ફટકારી છે. ટી-20 ફોર્મેટમાં બાબર આઝમે કુલ 9412 રન કર્યા છે. ટી 20 ક્રિકેટ રેકોર્ડ મામલે બાબર આઝમ કરતાં વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ એક જ આગળ છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 8 સદી સાથે ત્રીજા અને કે એલ રાહુલ પાંચમા અને રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે.

ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ સદી કરવામાં વેસ્ટ ઇન્ડિઝ સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ 22 સદી સાથે મોખરે છે. બીજા ક્રમે પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 10 સદી, ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ ક્લિંગર, ડેવિડ વોર્નર, એરોન ફિંચ અને ભારતીય ખેલાડી વિરાટ કોહલી આઠ સદી સાથે ત્રીજા ક્રમે છે.

Advertisment

ઇંગ્લેન્ડ ખેલાડી લ્યૂક રાઇટ અને ન્યૂઝીલેન્ડ ખેલાડી બ્રેડન મેક્કુલમ સાત સદી સાથે ચોથા ક્રમે. ભારતીય ખેલાડી કે એલ રાહુલ,રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા ખેલાડી ક્કિંટન ડીકોક, રિલે રોસૌવ, ઇંગ્લેન્ડ ખેલાડી જેસન રોય, જોસ બટલર, ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટસન ખેલાડીઓ છ સદી સાથે પાંચમા ક્રમે છે.

ગુજરાતી ન્યૂઝ T20 વર્લ્ડ કપ