ODI World Cup 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપની બહુચર્ચિત મેચ 15મીના બદલે 14 ઓક્ટોબરે અમદાવાદમાં થશે અને પીસીબીએ પોતાની બે મેચોની તારીખોમાં કરેલા ફેરફારને આઈસીસી અને બીસીસીઆઈને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનની ટીમ હવે શ્રીલંકા સામે હૈદરાબાદમાં 12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે રમશે જેનાથી ભારત સામેની મેચ પહેલા ત્રણ દિવસનો સમય મળશે.
નવરાત્રીનો પહેલો દિવસ હોવાના કારણે ભારત અને પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા કરવામાં આવી છે. આઇસીસી અને બીસીસીઆઈએ પીસીબીને તેમની બે મેચોના કાર્યક્રમમાં બદલવા માટે સંપર્ક કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ટૂંક સમયમાં બદલાયેલો કાર્યક્રમ રજૂ કરશે. કારણે બીજી અન્ય મેચોના કાર્યક્રમોમાં પણ ફેરફાર થયા છે.
પાકિસ્તાની ટીમનો વિશ્વકપ 2023નો અત્યારનો કાર્યક્રમ આ પ્રકારે છે
6 ઓક્ટોબર – નેધરલેન્ડ સામે, હૈદરાબાદ12 ઓક્ટોબર – શ્રીલંકા સામે, હૈદરાબાદ15 ઓક્ટોબર – ભારત સામે, અમદાવાદ16 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા સામે, બેંગ્લુરુ23 ઓક્ટોબર – અફઘાનિસ્તાન, ચૈન્નઈ27 ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા, ચૈન્નઈ31 ઓક્ટોબર – બાંગ્લાદેશ સામે કોલકાત્તા4 નવેમ્બર ન્યૂઝીલેન્ડ સામે, બેંગ્લુરુ





