T20 વલર્ડ કપ 2022ના (T20 World Cup 2022) સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ ટીમના કેપ્ટનને લઇ વિવાદ સર્જાયો છે. ટીમ ઇન્ડિયાના (Team india) કેપ્ટનને બદલવાની માંગે જોર પકડ્યું છે. વર્તમાન કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma) 35 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. એવા સંજોગોમાં માનવામાં આવી રહ્યુ છે કે, રોહિત શર્મા 2024 T20 વલર્ડ કપ (T20 World Cup 2024) નહીં રમી શકે.
કેપ્ટનશીપ અંગે ઈરફાન પઠાણનું નિવેદન
સ્ટાર સ્પોર્ટ્સના મેચ પોઈન્ટ શોમાં કેપ્ટનશીપ અંગે ઈરફાન પઠાણે કહ્યુ હતું કે, ‘હું એ નથી કહેતો કે જો તમે કેપ્ટન બદલો તો પરિણામ બદલાઈ જશે. તેમજ તમે આ પ્રકારે આગળ વધશો તો પરિણામ બદલાશે નહીં. હાર્દિક પંડ્યા સહિત આપણે બધાને એ સમજવાની જરૂર છે કે તે એક ઝડપી બોલર ઓલરાઉન્ડર છે.
હાર્દિક પંડ્યાને સમસ્યા
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાને ઇજાની પણ સમસ્યા છે. આ સંજોગોમાં જો કેપ્ટન વિશ્વ કપ સમયે જ ઇજાગ્રસ્ત થાય તો શું થશે? ત્યારે જો તમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નહીં હોય તેમે મુશ્કેલીમાં પડી જશો. આ સ્થિતિમાં પઠાણે કહ્યું હતું કે, મને લાગે છે કે, હાર્દિક પંડ્યા એક એવા કેપ્ટન છે, જેને ગુજરાત ટાઇટન્સમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે, IPLમાં પણ જીત હાંસિલ કરી છે.
હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટનના રૂપમાં
આ ઉપરાંત ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે, તમારે એક નહીં, પરંતુ બે કેપ્ટન શોધ કરવી જોઇએ. કારણ કે આપણે ઓપનર બેટ્સમેનોના ગ્રુપની જરૂર પડે છે, બસ આ જ પ્રકારે કેપ્ટનના ગ્રુપની પણ જરૂર છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાર પર ત્રણ મેચની ટી20સિરીઝ રમવાની છે ને હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યાં છે.