/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/athiya-shetty-kl-rahul.jpg)
કેએલ રાહુલ અને બોલિવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી માતા પિતા બન્યા (Pics : athiyashetty/insta)
KL Rahul And Athiya Shetty Baby Girl : ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના ઘરે ખુશીના સમાચાર સામે આવ્યા છે તે પિતા બની ગયો છે. કેએલ રાહુલની પત્ની અને બોલિવુડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ પુત્રીને જન્મ આપ્યો છે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર શેર કર્યો છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે તેમાં લખ્યું છે કે અથિયા અને રાહુલને 24 માર્ચ 2025ના રોજ એક બેબીના આશીર્વાદ મળ્યા છે.
ઘણા સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા
આથિયા અને રાહુલે સંયુક્ત રીતે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે. આ પછી તેમને ઘણા સેલિબ્રિટી અભિનંદન પાઠવી રહ્યા છે. જેમાં કિયારા અડવાણી, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ, મૃણાલ ઠાકુર, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપરા, કૃતિ સેનન, કૃષ્ણા શ્રોફ, શનાયા કપૂર, આયેશા શ્રોફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રિકેટર ટીમના સાથી ખેલાડીઓ શિખર ધવન, સૂર્યકુમાર યાદવ પણે અભિનંદન પાઠવ્યા છે.
અથિયા અને કેએલ રાહુલે 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા
કેએલ રાહુલ આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. દિલ્હી કેપિટલ્સની સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચ હતી. જોકે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પત્ની સાથે હોવાના કારણે આ મેચમાં રમી શક્યો ન હતો. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી અથિયા અને કેએલ રાહુલે જાન્યુઆરી 2023માં અભિનેત્રીના પિતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - આઈપીએલ 2025 : કોમેન્ટ્રી પેનલથી ઇરફાન પઠાણનું નામ ગાયબ, જાણો કેમ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે નવેમ્બર 2024માં ચાહકો અને શુભેચ્છકોને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે અમારા સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં આવી રહ્યા છે 2025માં. પુત્રી અથિયા શેટ્ટીએ વ્હાઇટ હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ શેર કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us