પૃથ્વી શો મુંબઈ ક્રિકેટ સાથે સંબંધ તોડવા માંગે છે, MCA પાસેથી NOC માંગી, વિજય હઝારે ટ્રોફીમાંથી કર્યો હતો બહાર

Prithvi Shaw : પૃથ્વી શો ને ગત વર્ષે રણજી ટ્રોફીની મેચમાંથી મુંબઈની સિનિયર સિલેક્શન કમિટિએ નબળી ફિટનેસને કારણે પડતો મૂક્યો હતો. જાણવા મળ્યું છે કે પૃથ્વી શો ને આ મહિનાની શરૂઆતમાં 2-3 રાજ્યોની ઓફર મળી હતી

Written by Ashish Goyal
June 23, 2025 15:53 IST
પૃથ્વી શો મુંબઈ ક્રિકેટ સાથે સંબંધ તોડવા માંગે છે, MCA પાસેથી  NOC માંગી, વિજય હઝારે ટ્રોફીમાંથી કર્યો હતો બહાર
મુંબઈનો ઓપનર પૃથ્વી શો મુંબઈ ક્રિકેટ છોડવા માંગે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Prithvi Shaw : મુંબઈના ઓપનર પૃથ્વી શો એ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ને જાણ કરી દીધી છે કે તે ‘પ્રોફેશનલ’ તરીકે અન્ય રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માગે છે. તેણે એમસીએ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માંગ્યું છે. એમસીએના એક સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આ વાતની પુષ્ટિ કરી છે. સૂત્રએ કહ્યું કે તેઓએ અમારી પાસે એનઓસી માંગી છે અને અમે ટૂંક સમયમાં જ તેના પર નિર્ણય લઈશું.

પૃથ્વી શો શરીરમાં 35% ચરબી

પૃથ્વી શો ને ગત વર્ષે રણજી ટ્રોફીની મેચમાંથી મુંબઈની સિનિયર સિલેક્શન કમિટિએ નબળી ફિટનેસને કારણે પડતો મૂક્યો હતો. તેના માટે એમસીએના પ્રશિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો બે સપ્તાહનો ફિટનેસ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે એમસીએને જાણ કરી હતી કે પૃથ્વી શો ના શરીરમાં 35 ટકા ચરબી છે અને ટીમમાં પાછા ફરતા પહેલા તેને આકરી ટ્રેનિંગ લેવાની જરુર છે.

પૃથ્વી શોને 2-3 રાજ્યોમાંથી પ્રસ્તાવ મળ્યા છે

જાણવા મળ્યું છે કે પૃથ્વી શો ને આ મહિનાની શરૂઆતમાં 2-3 રાજ્યોની ઓફર મળી હતી. ઓક્ટોબર 2024માં એમસીએની પસંદગી સમિતિએ નિર્ણય લીધો હતો કે જો પૃથ્વી શો ને ફરીથી મુંબઈ માટે રમવું હોય તો તેણે થોડા કિલો વજન ઘટાડવું પડશે. તેની ફિટનેસ અને ફોર્મમાં સુધારો થયો ન હતો અને પરીણામે સિલેક્શન કમિટિએ તેને વિજય હઝારે ટ્રોફીમાંથી પણ પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો. વિજય હજારે ટ્રોફી ડિસેમ્બર 2024માં રમાઈ હતી.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે આખરે મૌન તોડ્યું, આ કારણે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાથી કર્યો ઇન્કાર

મને બતાવો ભગવાન, મારે બીજુ શું જોવાનું છે – પૃથ્વી શો

આ 25 વર્ષીય ખેલાડીએ આ હકાલપટ્ટી પર પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો હતો કે પસંદગીકારોને મનાવવા માટે માટે બીજું શું કરવાની જરૂર છે. પૃથ્વી શો એ સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના લિસ્ટ-એ નંબરોનો હવાલો આપ્યો હતો અને વચન આપ્યું હતું કે તે પરત ફરશે. તેણે લખ્યું કે ‘મને કહો ભગવાન, મારે બીજું શું જોવાનું છે. જો 65 ઇનિંગ્સ, 55.7ની એવરેજથી 3399 રન અને 126ની સ્ટ્રાઇક રેટ હોવા છતાં, હું ઘણો સારો નથી. પરંતુ હું પોતાનામાં વિશ્વાસ રાખીશ અને આશા રાખું છું કે લોકો હજુ પણ મારામાં વિશ્વાસ કરશે. કારણ કે હું ચોક્કસપણે પરત આવીશ… ઓમ સાંઈ રામ… ’

2022થી ભારતમાં લિસ્ટ એ મેચ રમ્યો નથી

પૃથ્વી શો 2022ની વિજય હઝારે ટૂર્નામેન્ટ બાદ ભારતમાં લિસ્ટ એ રમ્યો નથી. જોકે તે વન ડે કપ માટે ઈંગ્લેન્ડની નોર્થમ્પટનશાયર કાઉન્ટી તરફથી રમ્યો હતો. તેની આખરી પાંચ ઈનિંગ 97, 72, 9, 23, 17 ની રહી હતી. જ્યારે તે છેલ્લે 2 વર્ષ પહેલા મુંબઇ માટે રમ્યો હતો, ત્યારે તેના છેલ્લા પાંચ સ્કોર 32, 54, 39, 51 અને 10 હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ