Sanjay Bangar Son Aryan To Anaya Journey : ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ બેટીંગ કોચ સંજય બાંગરના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. તે સર્જરી કરાવીને આર્યનથી અનાયા બન્યો છે. આર્યને પોતાની 10 મહિનાની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ રીલમાં 23 વર્ષીય આર્યને પૂર્વ ભારતીય સુકાની એમએસ ધોની, વિરાટ કોહલી અને તેના પિતા સાથેની જૂની તસવીરો શેર કરી હતી. હાલ તે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડિલીટ કરી દેવામાં આવ્યો છે.
આર્યને અનાયા બાંગર નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વધુ એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે હોર્મોનલ ચેન્જ બાદ 11 મહિનાનો તફાવત જણાવ્યો છે. પિતાની જેમ ક્રિકેટર આર્યન પણ ડાબોડી બેટ્સમેન છે. હોર્મોનલ ફેરફારો પછી તેની ક્રિકેટ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ વિશે લખ્યું છે. શરીરમાં ફેરકાર અને ટ્રાન્સ વુમનને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા અંગેના નિયમો ન હોવા તેનું કારણ જણાવ્યું છે.
પિતાના પગલે ચાલવાનું હતું સપનું
આર્યનથી અનાયા બનેલા સંજય બાંગરે 23 ઓગસ્ટના રોજ કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ક્રિકેટ નાનપણથી જ મારા જીવનનો એક ભાગ રહ્યો છે. મોટા થઈને મેં મારા પિતાને દેશનું પ્રતિનિધિત્વ કરતા અને કોચિંગ કરતા જોયા. મેં તેના પગલે ચાલવાનું સપનું જોવાનું શરૂ કર્યું. રમત પ્રત્યેનો તેમનો જુસ્સો, શિસ્ત અને સમર્પણ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. ક્રિકેટ એ મારો પ્રેમ, મારી મહત્ત્વાકાંક્ષા અને મારું ભવિષ્ય બની ગયું હતું. મેં મારું આખું જીવન પોતાની કુશળતાને નીખારવામાં વિતાવ્યું છે. મને આશા હતી કે એક દિવસ મને પણ તેમની જેવમ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
આ પણ વાંચો – નતાશાએ કહ્યું – હું અને હાર્દિક હજુ પણ એક પરિવાર
રમત મારાથી દૂર થઈ રહી છે
અનાયાએ આગળ લખ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે તે રમત છોડવી પડશે જે મારો જુસ્સો અને મારો પ્રેમ રહ્યો છે. પરંતુ અહીં હું એક પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહી છું. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચઆરટી) કરાવીને ટ્રાન્સ વુમન બન્યા પછી મારું શરીર ઘણું બદલાઈ ગયું છે. હું મારા સ્નાયુઓ, તાકાત, સ્નાયુઓની યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું, જેના પર હું એક સમયે આધાર રાખતો હતો. જે રમતને હું આટલા લાંબા સમયથી પ્રેમ કરું છું તે મારાથી દૂર થઈ રહી છે.
ક્રિકેટમાં ટ્રાન્સ વુમન માટે કોઈ યોગ્ય નિયમો નથી
અનાયાએ કહ્યું કે મને વધુ દુ:ખ એ વાતનું છે કે ક્રિકેટમાં ટ્રાન્સ વુમન માટે કોઈ યોગ્ય નિયમો નથી. એવું લાગે છે કે સિસ્ટમ મને બહાર કરી રહી છે, એટલા માટે નહીં કે મારામાં જોશ કે પ્રતિભાનો અભાવ છે, પરંતુ એટલા માટે કે નિયમો મારી વાસ્તવિકતાને સમજી શક્યા નથી. મારું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટીને 0.5 એનએમઓએલ સુધી ઘટી ગયું છે, જે સરેરાશ સ્ત્રી માટે સૌથી નીચું હોઈ શકે છે. આ હોવા છતાં હું હજી પણ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા કે અથવા મારા સાચા સ્વરૂપમાં વ્યાવસાયિક રીતે રમી શક્તિ નથી.
નિયમ પર ઉઠાવ્યા સવાલો
અનાયાએ જણાવ્યું હતું કે મામલાને વધુ ખરાબ કરવા માટે સિસ્ટમ કહે છે કે મારે મહિલાઓની રમતોમાં ભાગ લેવા માટે માટે પુરુષ યૌવન પહેલા ટ્રાન્જિકશન કરી લેવું જોઈતું હતું, પરંતુ અહીં વિરોધાભાસ એ છે કે સમાજ અને કાનૂન વ્યવસ્થા સગીર માટે ટ્રાન્જિક્શનને ગેરકાયદેસર ગણાવે છે. મારે શું કરવું જોઈએ?? સિસ્ટમ મને એક અસંભવ સ્થિતિમાં ધકેલી રહી છે.
ટ્રાન્સ મહિલાઓને આગળ વધાનો હક
અનાયાએ કહ્યું કે એવા માપદંડ છે જે હું ઇચ્છું તો પણ હું પૂર્ણ કરી શકતી ન હતી. આ દિલ તોડનારી વાત છે કે જે શરીર પર મેં એટલી મહેનત કરી તેને હવે મહિલા ક્રિકેટની મારી સફરમાં અવરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે. આપણને એવી નીતિઓની જરૂર છે કે જે આપણને આપણી ઓળખ અને આપણા જુસ્સાઓ વચ્ચે પસંદગી કરવાની ફરજ ન પાડે. ટ્રાન્સ મહિલાઓને પ્રતિસ્પર્ધા કરવાનો, રમવાનો અને આગળ વધવાનો અધિકાર છે.





