/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/GT-vs-CSK.jpg)
CSK vs GT Playing 11: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે આઈપીએલની સાતમી મેચ photo - X @gujarat_titans @@CskIPLTeam
IPL 2024 Match 7, Chennai super kings vs Gujarat Titans Playing XI, ચેન્નાઈ વિ. ગુજરાત: IPL 2024ની સાતમી મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાનારી છે. આજની આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સામ સામે ટકરાશે. આજે મંગળવારે યોજાનારી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં બે નવા કેપ્ટન શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડની નેતૃત્વ કુશળતાની કસોટી થશે.
બંને ટીમોએ પોતાની પહેલી મેચમાં મેળવી છે જીત
બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીત્યા બાદ સામસામે ટકરાશે અને તેમનો ઉદ્દેશ્ય જીતનો સિલસિલો જાળવી રાખવાનો રહેશે. સુપ્રસિદ્ધ મહેન્દ્ર સિંહ ધોનીએ IPL પહેલા ગાયકવાડને સુકાનીપદ સોંપ્યું હતું, જેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (GT) સામે તેમની નેતૃત્વ કુશળતા સારી રીતે દર્શાવી હતી. હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ કપ્તાની સંભાળનાર ગિલે પણ પોતાના ભૂતપૂર્વ કેપ્ટનની સામે આ નવી ભૂમિકામાં સારું પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Gujarat-vs-chennai-1.jpg)
ગુજરાત ટાઈટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા જે વ્યૂહાત્મક કુશળતામાં પારંગત છે અને અનુભવી ડેવિડ મિલર અને કેન વિલિયમસનની હાજરીથી તેમનું કાર્ય સરળ બને છે. બીજી તરફ ગાયકવાડને કરિશ્માઈ ધોનીનો ટેકો મળે છે. ગાયકવાડના નેતૃત્વમાં તેઓએ ચેન્નાઈમાં પ્રથમ મેચમાં GTને 6 વિકેટથી હરાવીને તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ- CSK vs GT Pitch Report, IPL 2024 આજની મેચમાં બેટ્સમેન ભારે પડશે કે બોલર્સ, શું છે પિચ રિપોર્ટ અને ચેન્નઈ હવામાન
ચેન્નાઈ સુપર કિંગ્સ તેના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે જો મેચ જીતવી હોય તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં તેના બેટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા. જોકે, તેના બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું જેના કારણે ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન),એમએસ ધોની (વિકેટકીપર), મહેશ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે,રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, દીપક ચહર.
ગુજરાત ટાઇટન્સની સંભવિત ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન,સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us