CSK vs GT Highlights, IPL 2024 : આઈપીએલ 2024, ચેન્નઇએ સતત બીજો વિજય મેળવ્યો, ગુજરાત ટાઇટન્સનો પ્રથમ પરાજય

IPL 2024, CSK vs GT Highlights : શિવમ દુબેના 23 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 51 રન. ચેન્નઇ સુપર કિંગ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 63 રને વિજય

IPL 2024, CSK vs GT Highlights : શિવમ દુબેના 23 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 51 રન. ચેન્નઇ સુપર કિંગ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 63 રને વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs GT Live Updates, CSK vs GT, IPL 2024

આઈપીએલ 2024માં સાતમાં મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટકરાશે

Chennai Super Kings vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. ચેન્નઇ સ્કોર : શિવમ દુબેની અડધી સદી (51) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 63 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. ચેન્નઇએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે ગુજરાતનો પ્રથમ પરાજય થયો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ - રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ(કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્પેન્સર જોનસન.

ચેન્નઇ સુપર કિંગ્સ - રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તાફીઝુર રહેમાન.

  • Mar 26, 2024 23:35 IST

    ચેન્નઇની બોલિંગ

    ચેન્નઇ તરફથી મુશ્તાફિઝુર રહેમાન, દિપક ચાહર, તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ ઝડપી. ડેરિલ મિચેલ અને પાથિરાનાએ 1-1 વિકેટ ઝડપી.



  • Mar 26, 2024 23:32 IST

    ચેન્નઇ સુપર કિંગ્સનો 63 રને વિજય

    શિવમ દુબેની અડધી સદી (51) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 63 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. ચેન્નઇએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે ગુજરાતનો પ્રથમ પરાજય થયો છે.



  • Advertisment
  • Mar 26, 2024 23:24 IST

    રાહુલ તેવાટિયા 6 રને આઉટ

    રાહુલ તેવાટિયા 11 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં આઉટ થયો.



  • Mar 26, 2024 23:13 IST

    રાશિદ ખાન 1 રને આઉટ

    રાશિદ ખાન 1 રન બનાવી મુશ્તાફિઝુર રહમાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 26, 2024 23:11 IST

    ઓમરજાઇ 11 રને આઉટ

    અઝમતુલ્લાહ ઓમરજાઇ 11 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 118 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2024 23:08 IST

    સાઇ સુદર્શન 37 રને આઉટ

    સાઇ સુદર્શન 31 બોલમાં 3 ફોર સાથે 37 રન બનાવી પાથિરાનાનો શિકાર બન્યો.



  • Mar 26, 2024 23:07 IST

    ડેવિડ મિલર 21 રને આઉટ

    ડેવિડ મિલર 16 બોલમાં 3 ફોર સાથે 21 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચઆઉટ થયો.



  • Mar 26, 2024 22:19 IST

    વિજય શંકર 12 રને આઉટ

    વિજય શંકર 12 બોલમાં 1 સિક્સર સાથે 12 રન બનાવી મિચેલની ઓવરમાં આઉટ થયો. ધોનીએ શાનદાર કેચ પકડ્યો.



  • Mar 26, 2024 22:10 IST

    સાહા 21 રને આઉટ

    રિદ્ધિમાન સાહા 36 બોલમાં 4 ફોર સાથે 17 રન બનાવી ચાહરનો બીજો શિકાર બન્યો.



  • Mar 26, 2024 21:54 IST

    શુભમન ગિલ 8 રને આઉટ

    શુભમન ગિલ 5 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી દિપક ચાહરની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 28 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 26, 2024 21:44 IST

    સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા

    ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધામાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.



  • Mar 26, 2024 21:25 IST

    રાશિદ ખાને 2 વિકેટ ઝડપી

    ગુજરાત તરફથી રાશિદ ખાને 2 વિકેટ, જ્યારે મોહિત શર્મા, સ્પેન્સર જોન્સર અને સાઇ કિશોરે 1-1 વિકેટ ઝડપી.



  • Mar 26, 2024 21:24 IST

    ડેરેલ મિચેલ 24 રને રન આઉટ

    ડેરેલ મિચેલ 20 બોલમાં 2 ફોર સાથે 24 રન બનાવી રન આઉટ થયો. રવિન્દ્ર જાડેજા 3 બોલમાં 7 રને અણનમ રહ્યો.



  • Mar 26, 2024 21:23 IST

    ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 207 રનનો પડકાર

    ચેન્નઇ સુપર કિંગ્સના 20 ઓવરમા 6 વિકેટે 206 રન. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 207 રનનો પડકાર મળ્યો છે.



  • Mar 26, 2024 21:19 IST

    સમીર રિઝવી 14 રને આઉટ

    સમીર રિઝવી 6 બોલમાં 2 સિક્સર સાથે 14 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 26, 2024 21:12 IST

    શિવમ દુબે 51 રને આઉટ

    શિવમ દુબે 23 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 51 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 26, 2024 21:09 IST

    શિવમ દુબેની 22 બોલમાં અડધી સદી

    શિવમ દુબેએ 22 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 26, 2024 20:40 IST

    ઋતુરાજ ગાયકવાડ 46 રને આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 36 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 46 રન બનાવી જોન્સનની ઓવરમાં આઉટ થયો. ચેન્નઇને 127 રને ત્રીજો ફટકો.



  • Mar 26, 2024 20:30 IST

    શિવમ દુબેએ પ્રથમ બે બોલમાં બે સિક્સર ફટકારી

    શિવમ દુબેએ આક્રમક શરૂઆત કરી. સાઇ કિશોરની ઓવરમાં પ્રથમ બે બોલમાં બે સિક્સર ફટકારી.



  • Mar 26, 2024 20:23 IST

    અજિંક્ય રહાણે 12 રને આઉટ

    અજિંક્ય રહાણે 12 બોલમાં 12 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. સીએસકેએ 104 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2024 20:15 IST

    ચેન્નઇ સુપર કિંગ્સના 9 ઓવરમાં 1 વિકેટે 92 રન

    ચેન્નઇ સુપર કિંગ્સના 9 ઓવરમાં 1 વિકેટે 92 રન. ઋતુરાજ ગાયકવાડ 31 અને અજિંક્ય રહાણે 11 રને રમતમાં છે.



  • Mar 26, 2024 20:13 IST

    રચિન રવિન્દ્ર 46 રને આઉટ

    રચિન રવિન્દ્ર 20 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 46 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં સ્ટમ્પિંગ થયો.



  • Mar 26, 2024 19:48 IST

    સીએસકેના 3 ઓવરમાં વિના વિકેટે 25 રન

    રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડની સંગીન શરૂઆત. 3 ઓવરમાં વિના વિકેટે 25 રન.



  • Mar 26, 2024 19:13 IST

    ચેન્નઇ સુપરકિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તાફીઝુર રહેમાન.



  • Mar 26, 2024 19:13 IST

    ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ(કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્પેન્સર જોનસન.



  • Mar 26, 2024 19:08 IST

    ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ચેન્નઇ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે



  • Mar 26, 2024 19:07 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. આ મેચ ચેન્નઇમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે



ગુજરાત ટાઇટન્સ chennai super kings shubman gill Mahendra Singh Dhoni IPL