Chennai Super Kings vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નાઇ વિ. કોલકાતા સ્કોર : રવિન્દ્ર જાડેજા (3 વિકેટ)અને તુષાર દેશપાંડેની (3 વિકેટ)ચુસ્ત બોલિંગ બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની અણનમ અડધી (67) સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કેકેઆરનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાણા.
કોલકાતા નાઈટ રાઈડર્સ : ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.





