Lucknow Super Giants vs Chennai Super Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નાઈ વિ. લખનઉ સ્કોર : કેએલ રાહુલ (82)અને ક્વિન્ટોન ડી કોકની (54)અડધી સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તાફિઝુર રહેમાન, મતિશા પાથિરાના.
લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.





