Chennai Super Kings vs Mumbai Indians Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. ચેન્નાઇ સ્કોર : ઋતુરાજ ગાયકવાડ (69)અને શિવમ દુબેની (અણનમ 66) અડધી સદી બાદ પાથિરાનાની (4 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવી શક્યું હતું. રોહિત શર્મા સદી ફટકારી અણનમ રહ્યો હતો પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. હાર્દિક પંડ્યાની 20મી ઓવર મુંબઈને ભારે પડી હતી. હાર્દિકની આ ઓવરમાં ધોનીએ 3 સિક્સર ફટકારી હતી અને કુલ 26 રન બનાવ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-પાથિરાનાની 4 વિકેટ. તુષાર દેશપાંડે અને મુશ્તાફિઝુર રહેમાનની 1-1 વિકેટ
-રોહિત શર્માના 63 બોલમાં 11 ફોર 5 સિક્સર સાથે અણનમ 105 રન.
-રોમારિયો શેફર્ડ 1 રને પાથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો.
-ટીમ ડેવિડ 5 બોલમાં 2 સિક્સર સાથે 13 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં આઉટ થયો.
-હાર્દિક પંડ્યા 6 બોલમાં 2 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.
-તિલક વર્મા 20 બોલમાં 5 ફોર સાથે 31 રન બનાવી પાથિરાનાનો ત્રીજો શિકાર બન્યો.
-મુંબઈ ઇન્ડિયન્સે 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્માએ 30 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-સૂર્યકુમાર 2 બોલમાં ખાતું ખોલાયા વિના પાથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો.
-ઇશાન કિશન 15 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 23 રને પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો.
-મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
આ પણ વાંચો – આઈપીએલ 2024, કેકેઆરની જીતમાં ફિલિપ સોલ્ટ છવાયો, એકતરફી જીત મેળવી
ચેન્નાઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ
-મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી. જ્યારે કોએત્ઝી અને શ્રેયસ ગોપાલને 1-1 વિકેટ મળી.
-શિવમ દુબેના 38 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે અણનમ 66 રન. ધોનીના 4 બોલમાં 3 સિક્સર સાથએ અણનમ 20 રન.
-ચેન્નાઇના 20 ઓવરમાં 4 વિકેટે 206 રન
-ડેરિલ મિચેલ 14 બોલમાં 1 ફોર સાથે 17 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઋતુરાજ ગાયકવાડ 40 બોલમાં 5 ફોર 5 સિક્સર સાથે 69 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ યો.
-શિવમ દુબએ 28 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ચેન્નાઇએ 15.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડે 33 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ચેન્નાઇએ 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રચિન રવિન્દ્ર 16 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 21 રન બનાવી ગોપાલની ઓવરમાં કેચ આઉટ થયો.
-ચેન્નાઇએ 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અજિંક્ય રહાણે 5 રન બનાવી કોએત્ઝની ઓવરમાં કેચ આઉટ થયો.
-મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રીત બુમરાહ, આકાશ માધવાલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ : રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મુસ્તાફિઝુર રહેમાન.





