/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/CSK-vs-PBKS-Live-Updates-.jpg)
CSK vs PBKS Highlights IPL 2024: આઈપીએલ 2024ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સનો 7 વિકેટે વિજય.
Chennai Super Kings vs Punjab Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024, ચેન્નાઇ વિ. પંજાબ સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોની બેયરસ્ટો (46) અને રિલી રોસો (43) ની ઉપયોગી બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17.5 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, સેમ કરન (કેપ્ટન), રીલી રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બરાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
ચેન્નાઈ સુપર કિંગ્સ : અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, રિચર્ડ ગ્લીસન, મુસ્તાફિઝુર રહેમાન.
- May 01, 2024 23:31 IST
શશાંક સિંહના અણનમ 25 રન
શશાંક સિંહના 26 બોલમાં 1 ફોર 1 સિક્સર અણનમ 25 રન. સેમ કરનના 20 બોલમાં 3 ફોર સાથે અણનમ 26 રન.
- May 01, 2024 23:30 IST
પંજાબ કિંગ્સનો 7 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોની બેયરસ્ટો (46) અને રિલી રોસો (43) ની ઉપયોગી બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17.5 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
- May 01, 2024 22:46 IST
રિલી રોસો આઉટ
રિલી રોસો 23 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો.
- May 01, 2024 22:31 IST
જોની બેયરસ્ટો આઉટ
જોની બેયરસ્ટો 30 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 46 રન બનાવી શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2024 22:15 IST
પંજાબના 50 રન
પંજાબ કિંગ્સે 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 01, 2024 22:05 IST
પ્રભસિમરન સિંહ 13 રને આઉટ
પ્રભસિમરન સિંહ 10 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી ગ્લીસનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2024 21:28 IST
ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 7 વિકેટે 162 રન
ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 7 વિકેટે 162 રન. પંજાબ કિંગ્સને જીતવા માટે 163 રનનો પડકાર મળ્યો છે.
- May 01, 2024 21:27 IST
એમએસ ધોની રનઆઉટ
એમએસ ધોની 11 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રન બનાવી રન આઉટ થયો.
- May 01, 2024 21:16 IST
મોઇન અલી 15 રને આઉટ
મોઇન અલી 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 15 રન બનાવી રાહુલ ચહરની ઓવરમાં બોલ્ડ થયો.
- May 01, 2024 21:13 IST
ઋતુરાજ ગાયકવાડ 62 રને આઉટ
ઋતુરાજ ગાયકવાડ 48 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 62 બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.
- May 01, 2024 21:03 IST
ઋતુરાજ ગાયકવાડની અડધી સદી
ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 01, 2024 20:51 IST
સમીર રિઝવી 21 રને આઉટ
ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવી 23 બોલમાં 1 ફોર સાથે 21 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2024 20:34 IST
રવિન્દ્ર જાડેજા 2 રને આઉટ
રવિન્દ્ર જાડેજા 4 બોલમાં 2 રન બનાવી રાહુલ ચહરની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 01, 2024 20:14 IST
શિવમ દુબે પ્રથમ બોલે આઉટ
શિવમ દુબે પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના હરપ્રીત બરારની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 01, 2024 20:11 IST
અજિંક્ય રહાણે 29 રને આઉટ
અજિંક્ય રહાણે 24 બોલમાં 5 ફોર સાથે 29 રન બનાવી હરપ્રીત બરારની ઓવરમાં આઉટ થયો. ચેન્નાઈએ 64 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 01, 2024 19:37 IST
અજિંક્ય રહાણે અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં ઉતર્યા
ચેન્નાઇ કિંગ્સ તરફથી અજિંક્ય રહાણે અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં ઉતર્યા. રબાડાની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.
- May 01, 2024 19:18 IST
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, રિચર્ડ ગ્લીસન, મુસ્તાફિઝુર રહેમાન.
- May 01, 2024 19:18 IST
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
જોની બેયરસ્ટો, સેમ કરન (કેપ્ટન), રીલી રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બરાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
- May 01, 2024 19:07 IST
પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 01, 2024 18:02 IST
ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નાઇ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 240 અને લોએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં પંજાબનો વિજય થયો હતો
- May 01, 2024 18:02 IST
ચેન્નાઇ સુપર કિંગ્સ વિ. પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ વિ. પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us