/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/CSK-vs-PBKS-Live-Updates-1-1.jpg)
CSK vs PBKS Live Score, IPL 2024: આઈપીએલ 2024ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે
Punjab Kings vs Chennai Super Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024, ચેન્નાઇ વિ. પંજાબ સ્કોર : રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનની (43 રન અને 3 વિકેટ)મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 28 રને વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 9 વિકેટે 139 રન જ બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, રિલી રોસો, શશાંક સિંહ, સેમ કરન (કેપ્ટન), જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બરાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
ચેન્નાઈ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, એમએસ ધોની, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, રિચર્ડ ગ્લીસન.
- May 05, 2024 19:14 IST
જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી
સીએસકે તરફથી જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. દેશપાંડે અને સમરજીત સિંહને 2-2 વિકેટ. સેન્ટનર અને શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી.
- May 05, 2024 19:13 IST
ચેન્નાઇ સુપર કિંગ્સનો 28 રને વિજય
રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનની (43 રન અને 3 વિકેટ)મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 28 રને વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 9 વિકેટે 139 રન જ બનાવી શક્યું હતું.
- May 05, 2024 19:13 IST
હરપ્રીત બરાર 17 રને અણનમ
હરપ્રીત બરાર 17 અને કાગિસો રબાડા 11 રને અણનમ રહ્યા.
- May 05, 2024 18:59 IST
રાહુલ ચહર 16 રને આઉટ
રાહુલ ચહર 10 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો.
- May 05, 2024 18:39 IST
હર્ષલ પટેલ આઉટ
હર્ષલ પટેલ 13 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી આઉટ થયો.
- May 05, 2024 18:30 IST
આશુતોષ શર્મા 3 રને આઉટ
આશુતોષ શર્મા 10 બોલમાં 3 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 78 રને સાતમી વિકેટ ગુમાવી.
- May 05, 2024 18:28 IST
સેમ કરન 7 રને આઉટ
સેમ કરન 11 બોલમાં 7 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 18:18 IST
જીતેશ શર્મા પ્રથમ બોલે આઉટ
જીતેશ શર્મા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સિમરજીત સિંહની ઓવરમાં આઉટ થયો.
- May 05, 2024 18:17 IST
પ્રભસિમરન સિંહ 30 રને આઉટ
પ્રભસિમરન સિંહ 23 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 18:06 IST
શશાંક સિંહ 27 રને આઉટ
શશાંક સિંહ 20 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 17:42 IST
રિલી રોસો 00 રને બોલ્ડ
રિલી રોસો 3 બોલમાં ખાતું ખોલાયા વિના દેશપાંડેની ઓવરમાં બોલ્ડ થયો.
- May 05, 2024 17:39 IST
બેયરસ્ટો 7 રને આઉટ
જોની બેયરસ્ટો 6 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી દેશપાંડેની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 05, 2024 17:39 IST
ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 9 વિકેટે 167 રન
ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 9 વિકેટે 167 રન. પંજાબને 168 રનનો પડકાર મળ્યો છે.
- May 05, 2024 17:37 IST
રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ ઝડપી
પંજાબ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહને 2 અને સેમ કરનને 1 વિકેટ મળી.
- May 05, 2024 17:36 IST
રવિન્દ્ર જાડેજા 43 રને આઉટ
રવિન્દ્ર જાડેજા 26 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 17:35 IST
ધોનીનું ગોલ્ડન ડક
એમએસ ધોની પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના હર્ષલ પટેલની ઓવરમાં બોલ્ડ થયો.
- May 05, 2024 17:34 IST
મિચેલ સેન્ટનર આઉટ
મિચેલ સેન્ટનર 11 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી રાહુલ ચહરની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 17:33 IST
મોઇન અલી 17 રને આઉટ
મોઇન અલી 20 બોલમાં 2 ફોર સાથે 17 રન બનાવી સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 17:32 IST
ડેરિલ મિશેલ 30 રને આઉટ
ડેરિલ મિશેલ 19 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 30 રને હર્ષલ પટેલની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 05, 2024 17:31 IST
શિવમ દુબે પ્રથમ બોલે આઉટ
શિવમ દુબે પ્રથમ બોલમાં ખાતું ખોલાયા વિના રાહુલ ચહરની કેચ આઉટ થયો.
- May 05, 2024 17:30 IST
ઋતુરાજ ગાયકવાડ 32 રને આઉટ
ઋતુરાજ ગાયકવાડ 21 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 32 રન બનાવી ચહરની ઓવરમાં આઉટ થયો.
- May 05, 2024 15:59 IST
ચેન્નાઇના 50 રન
ચેન્નાઇ સુપર કિંગ્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 05, 2024 15:53 IST
અજિંક્ય રહાણે 9 રને આઉટ
અજિંક્ય રહાણે 7 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 05, 2024 15:13 IST
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, એમએસ ધોની, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, રિચર્ડ ગ્લીસન.
- May 05, 2024 15:11 IST
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
જોની બેયરસ્ટો, રિલી રોસો, શશાંક સિંહ, સેમ કરન (કેપ્ટન), જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બરાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
- May 05, 2024 15:04 IST
પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 05, 2024 15:03 IST
પંજાબ અને ચેન્નાઇ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us