/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/CSK-vs-RCB-Live.jpg)
CSK vs RCB Live Score, IPL 2024: આઈપીએલ 2024માં પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે
Chennai Super Kings vs Royal Challengers Highlights, IPL 2024, આઈપીએલ 2024, આરસીબી વિ સીએસકે સ્કોર : આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સે જીત સાથે શરૂઆત કરી છે. મુશ્તાફિઝુર રહેમાન (4 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં સીએસકેએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.
ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે જ ચેન્નઈ તરફથી રમી રહ્યો છે. પ્રથમ મેચ પહેલા આઇપીએલની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, ગાયક સોનુ નિગમ અને એ.આર.રહેમાન શાનદાર પર્ફોમન્સ કર્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાંગર, મોહમ્મદ સિરાજ
ચેન્નઈ સુપર કિંગ્સ - રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચાહર, મહેશ તિક્ષાણા, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
- Mar 23, 2024 00:08 IST
આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સે જીત સાથે શરૂઆત કરી
આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સે જીત સાથે શરૂઆત કરી છે. મુશ્તાફિઝુર રહેમાન (4 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં સીએસકેએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.
- Mar 23, 2024 00:03 IST
કેમરુન ગ્રીને 2 વિકેટ ઝડપી
આરસીબી તરફથી કેમરુન ગ્રીને 2 વિકેટ, યશ દયાલ અને કર્ણ શર્માએ 1-1 વિકેટ ઝડપી.
- Mar 23, 2024 00:00 IST
શિવમ દુબે અને જાડેજા અણનમ
શિવમ દુબે 28 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 34 રને અને રવિન્દ્ર જાડેજા 17 બોલમાં 1 સિક્સર સાથે 25 રને અણનમ રહ્યો
- Mar 22, 2024 23:58 IST
સીએસકેનો 6 વિકેટે વિજય
ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024ની શરૂઆત જીત સાથે કરી. આરસીબી સામે 6 વિકેટે વિજય મેળવ્યો.
- Mar 22, 2024 23:48 IST
રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે વચ્ચે 50 રનની ભાગીદારી
રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઇ.
- Mar 22, 2024 23:47 IST
સીએસકેના 17 ઓવરમાં 4 વિકેટે 156 રન
સીએસકેના 17 ઓવરમાં 4 વિકેટે 156 રન. રવિન્દ્ર જાડેજા 24 અને શિવમ દુબે 20 રને રમતમા.
- Mar 22, 2024 23:32 IST
સીએસકે તરફથી શિવમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો
And the crowd goes "DUBE! DUBE!" ⚡#CSKvRCB#WhistlePodu#Yellove 🦁💛 pic.twitter.com/YPgKFD3ufP
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024
- Mar 22, 2024 23:31 IST
ડેરિલ મિચેલ 22 રને આઉટ
ડેરિલ મિચેલ 18 બોલમાં 2 સિક્સર સાથે 22 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Mar 22, 2024 23:30 IST
અજિંક્ય રહાણે 27 રને આઉટ
અજિંક્ય રહાણે 19 બોલમાં 2 સિક્સર સાથે 27 રન બનાવી કેમરુન ગ્રીનનો શિકાર બન્યો.
- Mar 22, 2024 22:56 IST
રચિન રવિન્દ્ર 37 રને કેચ આઉટ
રચિન રવિન્દ્ર 15 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 37 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 71 રને બીજી વિકેટ ગુમાવી.
- Mar 22, 2024 22:39 IST
ઋતુરાજ ગાયકવાડ 15 રને આઉટ
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 15 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 15 રન બનાવી યશ દયાલનો શિકાર બન્યો.
- Mar 22, 2024 22:20 IST
ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ઓપનિંગમાં ઉતર્યા
ચેન્નઇ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા.
- Mar 22, 2024 21:50 IST
મુશ્તાફિઝુરની શાનદાર બોલિંગ અને ચેન્નઇના પ્લેયર્સનો શાનદાર કેચ
Must-watch Fizur! 🔥🔥#CSKvRCB#WhistlePodu 🦁💛
pic.twitter.com/STh4WsZ8EU— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024
- Mar 22, 2024 21:49 IST
મુશ્તાફિઝુર રહેમાને 4 વિકેટ ઝડપી
સીએસકે તરફથી મુશ્તાફિઝુર રહેમાને 4 વિકેટ અને દિપક ચાહરે 1 વિકેટ ઝડપી.
- Mar 22, 2024 21:48 IST
અનુજ રાવત 48 રને રન આઉટ
અનુજ રાવત 25 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 48 રને રન આઉટ થયો. જ્યારે દિનેશ કાર્તિક 26 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 38 રને અણનમ રહ્યો.
- Mar 22, 2024 21:46 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 6 વિકેટે 173 રન
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા. સીએસકેને જીતવા માટે 174 રનનો પડકાર આપ્યો છે.
- Mar 22, 2024 21:30 IST
આરસીબીના 18 ઓવરમાં 5 વિકેટે 148
અનુજ રાવત અને દિનેશ કાર્તિકે બાજી સંભાળી. આરસીબીના 18 ઓવરમાં 5 વિકેટે 148 રન. દિનેશ કાર્તિક 26 અને અનુજ રાવત 41 રને રમતમાં છે
- Mar 22, 2024 20:59 IST
કેમરુન ગ્રીન 22 રને બોલ્ડ
કેમરુન ગ્રીન 22 બોલમાં 1 ફોર સાથે 18 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં બોલ્ડ થયો.
- Mar 22, 2024 20:58 IST
વિરાટ કોહલી 21 રને આઉટ
વિરાટ કોહલી 20 બોલમાં 1 સિક્સર સાથે 21 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો. આરસીબીએ 77 રને ચોથી વિકેટ ગુમાવી.
- Mar 22, 2024 20:37 IST
ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલે આઉટ
ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના દિપક ચાહરનો શિકાર બન્યો
- Mar 22, 2024 20:36 IST
રજત પાટીદાર ખાતું ખોલાયા વિના આઉટ
રજત પાટીદાર 3 બોલમાં ખાતું ખોલાયા વિના મુશ્તાફિઝુરનો શિકાર બન્યો.
- Mar 22, 2024 20:35 IST
પ્લેસિસ 35 રને આઉટ
ફાફ ડુ પ્લેસિસ 23 બોલમાં 8 ફોર સાથે 35 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો
- Mar 22, 2024 20:12 IST
આરસીબીના 2 ઓવરમાં વિના વિકેટે 16 રન
આરસીબીના 2 ઓવરમાં વિના વિકેટે 16 રન. પ્લેસિસ 14 અને વિરાટ કોહલી 1 રને રમતમાં છે.
- Mar 22, 2024 20:08 IST
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચાહર, મહેશ તિક્ષાણા, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
- Mar 22, 2024 20:07 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાંગર, મોહમ્મદ સિરાજ
- Mar 22, 2024 20:01 IST
આરસીબીએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે
- Mar 22, 2024 19:19 IST
સોનુ નિગમે વંદે માતરમ ગીત ગાયુ
💃🕺
Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPLpic.twitter.com/jVnlskQKQj— IndianPremierLeague (@IPL) March 22, 2024
- Mar 22, 2024 19:18 IST
અક્ષય કુમારનું ધમાકેદાર પર્ફોમન્સ
𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️
Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU— IndianPremierLeague (@IPL) March 22, 2024
- Mar 22, 2024 19:17 IST
ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફનું પર્ફોમન્સ
𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO
— IndianPremierLeague (@IPL) March 22, 2024
- Mar 22, 2024 19:14 IST
સોનુ નિગમ અને એ આર રહમાન સ્ટેજ પર
સોનુ નિગમ અને એ આર રહમાન સ્ટેજ પર આવ્યા છે. તે વંદે માતરમ ગાઇ રહ્યા છે. મા તુજે સલામ ગીત ગાઇ રહ્યા છે.
- Mar 22, 2024 18:50 IST
આઈપીએલની ઓપનિંગ સેરેમની શરુ
આઈપીએલની ઓપનિંગ સેરેમની શરુ થઇ ગઇ છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સ્ટેજ પર પર્ફોમ કરી રહ્યા છે
- Mar 22, 2024 18:46 IST
નવજોત સિંહ સિદ્ધુ કોમેન્ટ્રી બોક્સમાં પરત ફ્યા
Guess who's back in the commentary box? @sherryontopp brings his trademark flair to #IPLOnStar once again! 😍
Which #Sidhu phrase best describes his entry? 😁
Tune-in to #CSKvRCB in #IPLOnStar
Today | 6:30 PM | LIVE only on Star Sports pic.twitter.com/D2PPIGVd4C— Star Sports (@StarSportsIndia) March 22, 2024
- Mar 22, 2024 18:13 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અલઝારી જોસેફ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, રીસ ટોપલે, ટોમ કરન, સ્વપ્નિલ સિંહ, વિજયકુમાર વૈશાખ, લોકી ફર્ગ્યુસન, મયંક ડાંગર, વિલ જૈક્સ, સુયશ પ્રભુદેસાઇ, અનુદ રાવત, મનોજ ભંડાગે, યશ દયાલ, સૌરવ ચોહાણ, રાજન કુમાર, હિમાંશુ શર્મા.
- Mar 22, 2024 18:09 IST
ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ
રચિન રવિન્દ્ર, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, સમીર રિઝવી, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મહેશ તિક્ષણા, મોઈન અલી, ડેવોન કોનવે, મુસ્તાફિઝુર રહેમાન, મિશેલ સેન્ટનર, તુષાર દેશપાંડે, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, રાજવર્ધન હંગરગેકર, શેખ રસીદ, નિશાંત સિંધુ, અરવેલ્લી અવનેશ.
- Mar 22, 2024 17:37 IST
પ્રેક્ટિસ સેશન દરમિયાન આરસીબીના ખેલાડીઓ
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
Maxi ◀️ Jacks ◀️ DK ◀️ Anuj ◀️
Talk about 6⃣ hitting prowess, and these lads will put their hand up! 🙋♂🚀#PlayBold#ನಮ್ಮRCB#Choosebold#IPL2024pic.twitter.com/fF906xhOGB— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2024
- Mar 22, 2024 17:11 IST
સીએસકેના ખેલાડી મેચ માટે તૈયાર
In Process, We Trust! 💪🏻🔥#WhistlePodu#CSKvRCB 🦁💛 pic.twitter.com/RDdpfq5v3Q
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024
- Mar 22, 2024 16:09 IST
મેચ પહેલા આઈપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે
પ્રથમ મેચ પહેલા આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, ગાયક સોનુ નિગમ અને એ.આર.રહેમાન પરફોર્મ કરશે. આ ભવ્ય સમારંભમાં દેશી સ્ટાર્સ ઉપરાંત ડીજે એક્સવેલનો પણ મહત્વનો કેમિયો જોવા મળશે. ઓપનિંગ સેેરેમની સાંજે 6.30 કલાકે શરૂ થશે.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
- Mar 22, 2024 16:02 IST
આઈપીએલ 2024ની આજથી શરૂઆત
આઈપીએલ 2024ની આજથી શરૂઆત થઇ જશે. પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બંને ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us