CSK vs SRH Playing 11: ચેન્નાઈ વિ. હૈદરાબાદ : ચેન્નાઈની ત્રીજી જીત પર નજર, હૈદરાબાદ પર હારની હેટ્રીકનો ખતરો? સંભવિત પ્લેઇંગ ઈલેવન

IPL 2024, CSK vs SRH Playing 11 Prediction: આજે આઈપીએલ 2024ની 18મી મેચ ચૈન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે જેમાં ચૈન્નાઈની નજર પોતાની ત્રીજી જીત પર હશે તો હૈદરાબાદ પરાજયની હેટ્રીક તોડવા પર જોર આપશે.

Written by Ankit Patel
Updated : April 05, 2024 10:55 IST
CSK vs SRH Playing 11: ચેન્નાઈ વિ. હૈદરાબાદ : ચેન્નાઈની ત્રીજી જીત પર નજર, હૈદરાબાદ પર હારની હેટ્રીકનો ખતરો?  સંભવિત પ્લેઇંગ ઈલેવન
CSK vs SRH Playing 11: ચેન્નાઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 18મી મેચ Photo - X @ChennaiIPL, @SunRisers

IPL 2024 Match 18, Chennai super kings vs Sunrisers Hyderabad Playing XI, ચેન્નાઈ વિ. હૈદરાબાદ: IPL 2024ની 18મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અત્યાર સુધીમાં બે મેચ રમી છે. જેમાંથી તેણે માત્ર એક જ હાર મેળવી છે. છેલ્લી મેચમાં તેને દિલ્હી કેપિટલ્સે હાર આપી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી માત્ર એક જ જીત હાંસલ કરી શકી છે. પરાજયની હેટ્રિકનો ખતરો તેમના પર મંડરાઈ રહ્યો છે.

મુસ્તાફિઝુર રહેમાન આ મેચ નહીં રમે

આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે ફોર્મમાં ચાલી રહેલા ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન વિના હૈદરાબાદનો સામનો કરવો પડશે. ટીમના ખેલાડીઓને દિલ્હી સામે ફરતા બોલનો સામનો કરવામાં મુશ્કેલી પડી હતી. ક્રિકેટ પ્રેમીઓ મહેન્દ્ર સિંહ ધોનીને આઠમા નંબરથી ઉંચી બેટિંગ કરતા જોવા માંગતા હતા. તેણે છેલ્લી મેચમાં પોતાનું જૂનું ફિનિશિંગ ફોર્મ બતાવ્યું અને 16 બોલમાં 37 રન બનાવ્યા.

આ પણ વાંચોઃ- આઈપીએલ 2024 : કોણ છે અંગક્રિષ રઘુવંશી, દિલ્હી સામે આક્રમક અડધી સદી ફટકારી આવ્યો છે ચર્ચામાં

હૈદરાબાદને જીતવું જરૂરી

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો મળશે. તેના બેટ્સમેનોએ મુંબઈ સામેની બીજી મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, જોકે ઓપનર મયંક અગ્રવાલ હજુ સુધી પ્રભાવિત કરી શક્યો નથી. ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સના બેટ્સમેનો પ્રથમ વખત નિષ્ફળ રહ્યા હતા. જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય અને ભુવનેશ્વર કુમાર બોલિંગમાં મોંઘા સાબિત થયા છે. ભુવનેશ્વર નવા બોલથી નિરાશ થયો છે અને ત્રણ મેચમાં માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યો છે. કેપ્ટન પેટ કમિન્સે પ્રતિ ઓવર આઠ રનના દરે રન આપ્યા છે પરંતુ તેને બીજા છેડેથી સપોર્ટની જરૂર છે.

Chennai super kings vs Sunrisers Hyderabad Playing 11 Prediction: ચેન્નાઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 18મી મેચ
CSK vs SRH Playing 11: ચેન્નાઈ વિ. હૈદરાબાદ, આઈપીએલ 18મી મેચ Photo – X @ChennaiIPL, @SunRisers

આ પણ વાંચોઃ- રોહિત શર્મા આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બન્યો, દિનેશ કાર્તિકની બરાબરી કરી

સનરાઇઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઇંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન.

ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઇંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર, શિવમ દુબે, ડેરીલ મિશેલ, એમએસ ધોની (વિકેટકીપર), સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે, મતિષા પથિરાના.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ