Chennai Super Kings vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નાઇ વિ. હૈદરાબાદ સ્કોર : ઋતુરાજ ગાયકવાડ (98) અને ડેરિલ મિશેલેની (52)અડધી સદી બાદ તુષાર દેશપાંડેની 4 વિકેટની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 78 રને વિજય મેળવ્યો છે.ચેન્નાઇએ 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદારબાદ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ
-તુષાર દેશપાંડેએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી. મુશ્તાફિઝુર રહેમાન-પાથિરાનાએ 2-2 વિકેટ ઝડપી, રવિન્દ્ર જાડેજા-શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી.
-સનરાઇઝર્સ હૈદરાબાદ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ. સીએસકેનો 78 રનથી વિજય થયો.
-જયદેવ ઉનડકટ 1 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો.
-શહબાઝ અહમદ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-પેટ કમિન્સ 7 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી દેશપાંડેનો શિકાર બન્યો.
-અબ્દુલ શમદ 18 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ.
-હેનરિચ ક્લાસેન 21 બોલમાં 1 સિક્સર સાથે 20 રન બનાવી પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો.
-સનરાઇઝર્સ હૈદરાબાદે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-માર્કરામ 26 બોલમાં 4 ફોર સાથે 32 રન બનાવી પાથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો.
-નીતિશ રેડ્ડી 15 બોલમાં 15 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
-સનરાઇઝર્સ હૈદરાબાદે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અભિષેક શર્મા 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે દેશપાંડેનો ત્રીજો શિકાર બન્યો.
-ઇમ્પેક્ટ પ્લેયર અનમોલપ્રીત સિંહ પ્રથમ બોલે જ ગોલ્ડન ડકે દેશપાંડેનો શિકાર બન્યો.
-ટ્રેવિસ હેડ 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – વિલ જેક્સની સદી, આરસીબીએ 201 રનનો લક્ષ્યાંક 16 ઓવરમાં મેળવી લીધો
ચેન્નાઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ
-શિવમ દુબેના 20 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે અણનમ 39 રન. ધોનીના 2 બોલમાં અણનમ 5 રન.
-ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 3 વિકેટે 212 રન.
-ઋતુરાજ ગાયકવાડ 54 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 98 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.
-ચેન્નાઇ સુપર કિંગ્સે 18.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ચેન્નાઇ સુપર કિંગ્સે 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ડેરીલ મિશેલે 32 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 52 રન બનાવી ઉનડકટની ઓવરમાં આઉટ થયો.
-ડેરીલ મિશેલે 29 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ચેન્નાઇ સુપર કિંગ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડે 27 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ચેન્નાઇ સુપર કિંગ્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અજિંક્ય રહાણે 12 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઇ સુપર કિંગ્સ : અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિક્ષા પથિરાના.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન , નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.





