Sunrisers Hyderabad vs Chennai Super Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નઇ વિ. હૈદરાબાદ સ્કોર : એડન માર્કરામની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 166 રન બનાવી લીધા છે. હૈદરાબાદે બીજો વિજય મેળવ્યો છે. જ્યારે ચેન્નઇનો બીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન.
ચેન્નઈ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના.





