DC vs CSK Highlights, IPL 2024 : આઈપીએલ 2024, દિલ્હી કેપિટલ્સે ચેન્નઇને હરાવી કર્યા જીતના શ્રીગણેશ

DC vs CSK Highlights, Delhi Capitals vs Chennai Super Kings: ડેવિડ વોર્નરના 35 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 52 રન. ઋષભ પંત 32 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 51 રન, ચેન્નઇ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો 20 રને વિજય

Written by Ashish Goyal
Updated : April 01, 2024 02:43 IST
DC vs CSK Highlights, IPL 2024 : આઈપીએલ 2024, દિલ્હી કેપિટલ્સે ચેન્નઇને હરાવી કર્યા જીતના શ્રીગણેશ
DC vs CSK Highlights, IPL 2024: આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 રને વિજય મેળવ્યો

Delhi Capitals vs Chennai Super Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નઇ વિ. દિલ્હી સ્કોર : ડેવિડ વોર્નર અને ઋષભ પંતની અડધી સદી બાદ મુકેશ કુમાર (3 વિકેટ)અને ખલીલ અહમદની (2 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવી શક્યું હતું. આ સિઝનમાં ચેન્નઇનો પ્રથમ પરાજય થયો છે. જ્યારે દિલ્હીએ પ્રથમ જીત મેળવી છે.

ચેન્નઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ

-દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ ઝડપી. જ્યારે ખલીલ અહમદે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી.

-એમએસ ધોની 16 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 37 રને અને જાડેજા 17 બોલમાં 2 ફોર સાથે 21 રને અણનમ રહ્યો.

-શિવમ દુબે 17 બોલમાં 18 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-સમીર રિઝવી પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ થયો.

-અજિંક્ય રહાણે 30 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 45 રન બનાવી આઉટ.

-ચેન્નઇએ 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડેરિલ મિચેલ 26 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 34 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો.

-ચેન્નઇએ 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રચિન રવિન્દ્ર 12 બોલમાં 2 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.

-ઋતુરાજ ગાયકવાડ 2 બોલમાં 1 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો.

આ પણ વાંચો – આઈપીએલ 2024, અમદાવાદમાં ફરી ગુજરાત ટાઇટન્સનો વિજય, હૈદરાબાદને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ

-પાથિરાનાએ 3 વિકેટ ઝડપી, જ્યારે જાડેજા અને મુશ્તાફિઝુર રહેમાને 1-1 વિકેટ ઝડપી.

-દિલ્હીના 20 ઓવરમાં 5 વિકેટે 192 રન.

-અક્ષર પટેલ 7 અને અભિષેક પોરેલ 9 રને અણનમ રહ્યા.

-ઋષભ પંત 32 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 51 રન બનાવી પાથિરાનાનો ત્રીજો શિકાર બન્યો.

-સ્ટ્રીસ્ટન સ્ટબ્સ 2 બોલમાં ખાતું ખોલાયા વિના પાથિરાનાનો બીજો શિકાર બન્યો.

-મિચેલ માર્શ 12 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 18 રને પાથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો.

-પૃથ્વી શો 27 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો.

-દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડેવિડ વોર્નર 52 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ડેવિડ વોર્નરે 32 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-દિલ્હીએ 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, પૃથ્વી શો, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, ઇશાંત શર્મા, મુકેશ કુમાર.

ચેન્નઇ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ(કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચાહર, પાથિરાના, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ