IPL 2024, DC vs KKR Highlights : આઈપીએલ 2024, દિલ્હી 166 રનમાં ઓલઆઉટ, કેકેઆરનો 106 રને વિજય

DC vs KKR Highlights, Delhi Capitals vs Kolkata Knight Riders : સુનીલ નારાયણના 39 બોલમાં 7 ફોર 7 સિક્સર સાથે 85 રન, રઘુવંશીના 27 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 54 રન

DC vs KKR Highlights, Delhi Capitals vs Kolkata Knight Riders : સુનીલ નારાયણના 39 બોલમાં 7 ફોર 7 સિક્સર સાથે 85 રન, રઘુવંશીના 27 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 54 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
DC vs KKR Live Updates, DC vs KKR, IPL 2024

DC vs KKR Highlights IPL 2024: આઈપીએલ 2024ની 16મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો 106 રને વિજય

Delhi Capitals vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024 દિલ્હી વિ કોલકાતા સ્કોર : સુનીલ નારાયણ (85)અને રઘુવંશીની અડધી સદી (54) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 106 રને વિજય મેળવ્યો છે. કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેકેઆરે સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીનો ત્રીજો પરાજય થયો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિચ નોર્તજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

  • Apr 03, 2024 23:35 IST

    કેકેઆરનો 106 રને વિજય

    સુનીલ નારાયણ (85)અને રઘુવંશીની અડધી સદી (54) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 106 રને વિજય મેળવ્યો છે. કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેકેઆરે સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીનો ત્રીજો પરાજય થયો છે.



  • Apr 03, 2024 23:27 IST

    દિલ્હી 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ

    દિલ્હી કેપિટલ્સ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ. કેકેઆરનો 106 રને ભવ્ય વિજય



  • Advertisment
  • Apr 03, 2024 23:26 IST

    રસિક સલામ 1 રને આઉટ

    સુમિત કુમાર 7, રસિક સલામ 1 અને એનરિક નોર્તજે 4 રને આઉટ



  • Apr 03, 2024 22:56 IST

    અક્ષર પટેલ પ્રથમ બોલે આઉટ

    અક્ષર પટેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.



  • Apr 03, 2024 22:55 IST

    ઋષભ પંત 55 રને આઉટ

    ઋષભ પંત 25 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 55 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 03, 2024 22:53 IST

    પંતે એક ઓવરમાં 28 રન ફટકાર્યા

    ઋષભ પંતે વેંકટેશ ઐયરની ઓવરમાં 4 ફોર 2 સિક્સર સાથે 28 રન ફટકાર્યા.



  • Apr 03, 2024 22:52 IST

    ઋષભ પંતની અડધી સદી

    ઋષભ પંતે 23 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 03, 2024 22:16 IST

    દિલ્હી કેપિટલ્સના 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 40 રન

    દિલ્હી કેપિટલ્સના 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 40 રન. ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ રમતમાં છે.



  • Apr 03, 2024 22:14 IST

    ડેવિડ વોર્નર 18 રને આઉટ

    ડેવિડ વોર્નર 13 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 18 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 33 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 03, 2024 22:11 IST

    અભિષેક પોરેલ શૂન્ય રને આઉટ

    અભિષેક પોરેલ 5 બોલમાં શૂન્ય રને વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 03, 2024 22:04 IST

    મિચેલ માર્શ ખાતું ખોલાયા વિના આઉટ

    મિચેલ માર્શ 2 બોલમાં ખાતું ખોલાયા વિના સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 26 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 03, 2024 22:00 IST

    પૃથ્વી શો 10 રને આઉટ

    પૃથ્વી શો 7 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો.



  • Apr 03, 2024 21:53 IST

    ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઓપનિંગમાં ઉતર્યા

    ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઓપનિંગમાં ઉતર્યા. સ્ટાર્કની પ્રથમ ઓવરમાં 11 રન ફટકાર્યા.



  • Apr 03, 2024 21:32 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સના 20 ઓવરમાં 7 વિકેટે 272 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સના 20 ઓવરમાં 7 વિકેટે 272 રન. દિલ્હીને જીતવા માટે 273 રનનો પડકાર મળ્યો.



  • Apr 03, 2024 21:27 IST

    રમનદીપ સિંહ 2 રને આઉટ

    રમનદીપ સિંહ 2 બોલમાં 2 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 03, 2024 21:26 IST

    આન્દ્રે રસેલ 41 રને આઉટ

    આન્દ્રે રસેલ 19 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 41 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો.



  • Apr 03, 2024 21:22 IST

    રિંકુ સિંહના 8 બોલમાં 26 રન

    રિંકુ સિંહ 8 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 26 રને નોર્તજેની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 232 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 03, 2024 21:20 IST

    શ્રેયસ ઐયર 18 રને આઉટ

    શ્રેયસ ઐયર 11 બોલમાં 2 સિક્સર સાથે 18 રન બનાવી અહમદનો શિકાર બન્યો.



  • Apr 03, 2024 20:50 IST

    અંગક્રિશ રઘુવંશી 54 રને આઉટ

    અંગક્રિશ રઘુવંશી 27 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 54 રન બનાવી એનરિચ નોર્તજેની ઓવરમાં આઉટ થયો.



  • Apr 03, 2024 20:38 IST

    અંગક્રિશ રઘુવંશીની અડધી સદી

    અંગક્રિશ રઘુવંશીએ 25 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 03, 2024 20:38 IST

    સુનીલ નારાયણ 85 રને આઉટ

    સુનીલ નારાયણ 39 બોલમાં 7 ફોર 7 સિક્સર સાથે 85 રન બનાવી મિચેલ માર્શનો શિકાર બન્યો. કેકેઆરે 164 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 03, 2024 20:26 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સના 10 ઓવરમાં 1 વિકેટે 135 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સના 10 ઓવરમાં 1 વિકેટે 135 રન. સુનીલ નારાયણ 74 અને અંગક્રિશ રઘુવંશી 33 રને રમતમાં છે



  • Apr 03, 2024 20:09 IST

    સુનીલ નારાયણની અડધી સદી

    સુનીલ નારાયણ 21 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 03, 2024 19:57 IST

    ફિલિપ સોલ્ટ 18 રને આઉટ

    ફિલિપ સોલ્ટ 12 બોલમાં 4 ફોર સાથે 18 રન બનાવી એનરિચ નોર્તજેની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 60 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 03, 2024 19:43 IST

    ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા

    ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા. ખલીલ અહમદની પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.



  • Apr 03, 2024 19:15 IST

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિચ નોર્તજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.



  • Apr 03, 2024 19:14 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.



  • Apr 03, 2024 19:03 IST

    કેકેઆરે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 03, 2024 18:27 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. જ્યારે 16 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 98 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 97 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં દિલ્હીનો વિજય થયો હતો.



  • Apr 03, 2024 18:27 IST

    આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 16મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.



કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ Rishabh pant IPL સ્પોર્ટ્સ