/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/DC-vs-KKR-Live-Updates-.jpg)
DC vs KKR Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 47મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો દિલ્હી કેપિટલ્સ સામે વિજય
Kolkata Knight Riders vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024 કોલકાતા વિ. દિલ્હી સ્કોર : વરુણ ચક્રવર્તી (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન પછી ફિલ સોલ્ટની અડધી સદીની (68) મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 16.3 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, ખલીલ અહેમદ, રસિક સલામ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
- Apr 29, 2024 23:03 IST
શ્રેયસ ઐયરના અણનમ 33 રન
શ્રેયસ ઐયરના 23 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 33 રન અને વેંકટેશ ઐયરના 23 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથએ અણનમ 26 રન
- Apr 29, 2024 23:02 IST
કેકેઆરનો 7 વિકેટે વિજય
વરુણ ચક્રવર્તી (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન પછી ફિલ સોલ્ટની અડધી સદીની (68) મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 16.3 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
- Apr 29, 2024 23:02 IST
16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.
દિલ્હી સામે કોલકાતાનો 7 વિકેટે વિજય. 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.
- Apr 29, 2024 22:33 IST
રિંકુ સિંહ 11 રને આઉટ
રિંકુ સિંહ 11 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી વિલિયમ્સની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 29, 2024 22:32 IST
ફિલ સોલ્ટ 68 રને બોલ્ડ
ફિલ સોલ્ટ 33 બોલમાં 7 ફોર 5 સિક્સર સાથે 68 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 29, 2024 22:31 IST
સુનીલ નારાયણ 15 રને આઉટ
સુનીલ નારાયણ 10 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો.
- Apr 29, 2024 22:13 IST
ફિલ સોલ્ટે અડધી સદી ફટકારી
ફિલ સોલ્ટે 26 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 29, 2024 22:11 IST
કોલકાતાના 50 રન
કોલકાતાએ 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- Apr 29, 2024 21:50 IST
ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા
કેકેઆર તરફથી ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા.
- Apr 29, 2024 21:34 IST
વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી
કેકેઆર તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. જ્યારે હર્ષિત રાણા, વૈભવ અરોરાએ 2-2 વિકેટ ઝડપી. સુનીલ નારાયણ-મિચેલ સ્ટાર્કે 1-1 વિકેટ ઝડપી
- Apr 29, 2024 21:26 IST
કુલદીપ યાદવના અણનમ 35 રન
કુલદીપ યાદવના 26 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અણનમ 35 રન.
- Apr 29, 2024 21:24 IST
દિલ્હીના 20 ઓવરમાં 9 વિકેટે 153 રન
દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 9 વિકેટે 153 રન. કોલકાતાને 154 રનનો પડકાર મળ્યો છે.
- Apr 29, 2024 21:15 IST
રસિક સલામ 8 રને આઉટ
રસિક સલામ 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 29, 2024 20:56 IST
કુમાર કુશાગ્રા આઉટ
કુમાર કુશાગ્રા 3 બોલમાં 1 રન બનાવી વરુણ ચક્રવર્તીનો ત્રીજો શિકાર બન્યો.
- Apr 29, 2024 20:54 IST
અક્ષર પટેલ આઉટ
અક્ષર પટેલ 21 બોલમાં 2 ફોર સાથે 15 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 101 રને સાતમી વિકેટ ગુમાવી.
- Apr 29, 2024 20:53 IST
ટ્રિસ્ટન સ્ટબ્સ 4 રને આઉટ
ટ્રિસ્ટન સ્ટબ્સ 7 બોલમાં 4 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 29, 2024 20:33 IST
ઋષભ પંત 27 રને આઉટ
કેપ્ટન ઋષભ પંત 20 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 27 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો. દિલ્હીએ 93 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 29, 2024 20:25 IST
અભિષેક પોરેલ 18 રને આઉટ
અભિષેક પોરેલ 15 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 18 રને હર્ષિત રાણાની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 29, 2024 20:05 IST
શાઇ હોપ 6 રને આઉટ
શાઇ હોપ 3 બોલમાં 1 સિક્સર સાથે 6 રન બનાવી અરોરાની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 29, 2024 20:04 IST
જેક ફ્રેઝર-મેકગર્ક 13 રને આઉટ
જેક ફ્રેઝર-મેકગર્ક 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો,
- Apr 29, 2024 20:03 IST
પૃથ્વી શો 13 રને આઉટ
પૃથ્વી શો 7 બોલમાં 3 ફોર સાથે 13 રન બનાવી અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 29, 2024 19:37 IST
પૃથ્વી શો અને જેક ફ્રેઝર-મેકગર્ક ઓપનિંગમાં ઉતર્યા
દિલ્હીના પૃથ્વી શો અને જેક ફ્રેઝર-મેકગર્ક ઓપનિંગમાં ઉતર્યા,. સ્ટાર્કની પ્રથમ ઓવરમાં 15 રન ફટકાર્યા.
- Apr 29, 2024 19:08 IST
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
- Apr 29, 2024 19:08 IST
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, ખલીલ અહેમદ, રસિક દાર.
- Apr 29, 2024 19:06 IST
દિલ્હીએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
- Apr 29, 2024 18:02 IST
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. જ્યારે 17 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 98 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 272 અને લોએસ્ટ સ્કોર 97 રન છે. 2024માં પ્રથમ રાઉન્ડમાં દિલ્હી અને કોલકાતા ટકરાયા ત્યારે 272 રન ફટકારા હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. આ મેચમાં કોલકાતાનો ભવ્ય વિજય થયો હતો.
- Apr 29, 2024 18:02 IST
કોલકાતા વિ. દિલ્હી વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 47મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us