Delhi Capitals vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024, દિલ્હી વિ. લખનૌ સ્કોર : અભિષેક પોરેલ (58) અને સ્ટ્રિસ્ટન સ્ટબ્સની અડધી સદી (57)બાદ ઇશાંત શર્માની ચુસ્ત બોલિંગ (3 વિકેટ)ની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 19 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવી શક્યું હતું. દિલ્હીએ જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે. બીજી તરફ લખનૌની પણ પ્લેઓફની આશા જીવંત છે. જોકે બન્નેએ પહોંચવા માટે બીજી ટીમ પર આધાર રાખવો પડશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનૌ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન) ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, અર્શદ ખાન, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસીન ખાન.
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, ગુલબદ્દીન નાયબ, રસિક સલામ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.





