DC vs MI, IPL 2024 Highlights | દિલ્હીની શાનદાર જીત, મુંબઈ 10 રને હાર્યું

Delhi Capitals vs Mumbai Indians Highlights : આઈપીએલ 2024 સિઝનની 49 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે, તો જોઈએ તમામ લાઈવ અપડેટ્સ.

Written by Kiran Mehta
Updated : April 27, 2024 19:51 IST
DC vs MI, IPL 2024 Highlights | દિલ્હીની શાનદાર જીત, મુંબઈ 10 રને હાર્યું
દિલ્હી કેપિટલ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ લાઈવ અપડેટ્સ

Delhi Capitals vs Mumbai Indians Highlights: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરૂમ જેટલી સ્ટેડિયમમાં આઈપીએલની 43 મી મેચ રમવામાં આવી રહી છે. જેમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતાં પાવર પ્લેમાં મુંબઇ ઇન્ડિયન્સના બોલર્સને રિતસરના ધોયા હતા. દિલ્હીએ 20 ઓવરના અંતે 4 વિકેટ પર 257 રન બનાવ્યા છે. મુંબઇને જીતવા માટે 258 રનનો ટારગેટ આપ્યો હતો. તો મુંબઈની ટીમ 20 ઓવરમાં 09 વિકેટના નુકશાન સાથે 247 રન જ બનાવી શકી અને દિલ્હીની 10 રનથી શાનદાર જીત થઈ છે

તિલક વર્માની આક્રમક રમત

કુલદીપ યાદવે 15મી ઓવરમાં 21 રન આપ્યા હતા. તિલક વર્માએ ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે ચોથા અને પાંચમા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. તેણે છેલ્લી ઓવરમાં સિક્સર પણ ફટકારી હતી.

નેહલ વાઢેરા આઉટ

રસિક સલામે 13મી ઓવરમાં નેહલ વાઢેરાને પણ આઉટ કર્યો હતો. વાઢેરા થર્ડ મેન પર બોલ રમવા માંગતો હતો, રિષભ પંત આગળ ઝૂક્યો અને શાનદાર કેચ પકડ્યો. હવે મુંબઈ માટે રસ્તો મુશ્કેલ બની ગયો છે.

હાર્દિક પંડ્યા આઉટ

રસિક સલામે 13મી ઓવરમાં હાર્દિક પંડ્યાને આઉટ કરીને દિલ્હીને મોટી સફળતા અપાવી હતી. હાર્દિકે પોઈન્ટ પર ધીમો બોલ રમ્યો હતો પરંતુ મુકેશ કુમારના હાથે કેચ થયો હતો. તેણે 24 બોલમાં 46 રન બનાવ્યા હતા. ટીમની આશાઓ હાર્દિક પર ટકેલી હતી.

તિલક વર્માએ બેક ટુ બેક ફોર ફટકારી હતી

અક્ષર પટેલે 10મી ઓવરમાં 14 રન આપ્યા હતા. તિલક વર્માએ ઓવરના પાંચમા બોલ પર લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. તેણે તેના આગલા બોલ પર ફોર ઓવર શોર્ટ થર્ડ મેન પણ ફટકાર્યો હતો. બીજી ઓવરમાં રસિક સલામે માત્ર 5 રન આપ્યા હતા.

હાર્દિકે ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટમાંથી કેટલાક મહત્વના શોટ્સ આવ્યા હતા. હાર્દિકે ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં મુંબઈનો સ્કોર 19 રન હતો.

કુલદીપ યાદવની ઓવર

કુલદીપ યાદવે સાતમી ઓવર નાંખી જેમાં તેણે સાત રન આપ્યા. આ ઓવરમાં કોઈ મોટો શોટ લાગ્યો ન હતો. આગામી ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવ પણ આઉટ

મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રીજી ઓવરમાં એક વિકેટ ગુમાવી હતી. રોહિત અને ઈશાન બાદ સૂર્યકુમાર યાદવ આઉટ થયો હતો. સૂર્યકુમારે ઓવરના ત્રીજા બોલ પર ઓફ કટર પર સિક્સર ફટકારી હતી. જોકે, સૂર્યકુમાર છેલ્લા બોલ પર લિઝાર્ડ વિલિયમ્સના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યકુમારે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા આઉટ

ખલીલ અહેમદે ચોથી ઓવર નાંખી, જેના પહેલા જ બોલ પર રોહિત શર્મા આઉટ થયો. રોહિતે મિડ ઓફમાં બોલ રમ્યો હતો પરંતુ શાઈ હોપે કેચ લઈને ભારતીય કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો હતો. રોહિતે 8 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે એક ફોર ફટકારી હતી.

ઈશાને ચોગ્ગાની હેટ્રિક ફટકારી

ખલીલ અહેમદે બીજી ઓવર નાખી. ઈશાન કિશને આ ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. આ ઓવરમાં મુંબઈએ તેના ખાતામાં 15 રન ઉમેર્યા હતા.

મુંબઈએ પ્રથમ ઓવરમાં 12 રન બનાવ્યા હતા

લિઝાર્ડ વિલિયમ્સે પ્રથમ ઓવર નાખી. આ ઓવરનો પાંચમો બોલ નો બોલ હતો. રોહિતે છેલ્લો બોલ ફ્લિક કરીને રમ્યો હતો. તેના ખાતામાં બે રન આવ્યા હતા. જોકે, બોલને રોકનાર ફિલ્ડરનો પગ બાઉન્ડ્રીને સ્પર્શતો હતો. મુંબઈએ રિવ્યુ લીધો ન હતો અને માત્ર 2 રન જ મળ્યા હતા.

દિલ્હીએ શરુઆતથી જ ધુંધાધાર બેટીંગ કરી હતી. જેક ફ્રેઝર અને પોવેલ ઓપનિંગમાં આવ્યા હતા. જેક ફ્રેઝર 27 બોલમાં 84 રન બનાવી આઉટ થયો હતા. પિયુષ ચાવલાના બોલમાં નબીએ કેચ પકડી લેતાં ફ્રેઝરની પારીનો અંત થયો હતો. અભિષેક પોવેલ પણ 27 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. સાઇ હોપ 17 બોલમાં 41 રન બનાવી અને ઋષભ પંત 29 રન બનાવી આઉટ થયો હતો. સ્ટ્રબ્સ 48 અને અક્ષર પટેલ 11 રન પર અણનમ રહ્યા હતા.

બેટ્સમેનઆઉટરનબોલ46રનરેટ
જેક ફ્રેઝરકેચ નબી, બોલિંગ પિયુષ ચાવલા8427116311.11
અભિષેક પોરેલકેચ ઇશાન કિશન, બોલિંગ નબી362731133.33
સાઇ હોપકેચ તિલક, બોલિંગ વુડ411705241.18
ઋષભ પંતકેચ રોહિત શર્મા, બોલિંગ બુમરાહ291922152.63
સ્ટ્રિસ્ટન સ્ટબ્સઅણનમ482562192.00
અક્ષર પટેલઅણનમ11601183.33
એકસ્ટ્રા8
કુલ25720 ઓવર

પોઈન્ટ ટેબલમાં કોણ કયા સ્થાને

આઈપીએલ 2024 માં અત્યાર સુધીમાં 42 મેચ રમાઈ ચુકી છે, જેમાં દિલ્હી કેપિટલ્સે કૂલ 9 મેચ રમી છે, જેમાંથી ચાર મેચમાં જીત અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, હાલમાં દિલ્હી 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાં 3 મેચમાં જીત અને પાંચ મેચમાં હાર સહન કરવી પડી છે, આ સાથે મુંબઈની ટીમ 6 પોઈન્ટ સાથે 9મા સ્થાન પર છે.

દિલ્હી vs મુંબઈ – હેડ ટુ હેડ

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેમાંથી કઈ ટીમ મજબૂત ગણી શકાય તેના પર વાત કરીએ તો, આઈપીએલના ઈતિહાસમાં આ બંને ટીમ વચ્ચે 34 વખત આમને સામને મુકાબલા થયા છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સને 19 મેચમાં જીત મળી છે, તો દિલ્હી કેપિટલ્સને 15 મેચમાં જીતની સફળતા મળી હતી. આ સિવાય દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીની મુંબઈ સામે 6-5ની બઢત છે.

દિલ્હી અરૂણ જેટલી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમ ઊંચા સ્કોર માટે જાણીતુ છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમની લગભગ જીત થઈ છે. આ સિવાય હાલની પીચ પ્રમાણે આજે સ્પીનરોને પીચ મદદ કરી શકે છે. તો આજે જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

જેક ફ્રેઝર-મેકગર્ક, કુમાર કુશાગ્ર, શાઈ હોપ, ઋષભ પંત (wk/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, લ્યુક વૂડ, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ