/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/DC-vs-RR-Live-Updates-.jpg)
DC vs RR Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સનો 20 રને વિજય
Delhi Capitals vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. દિલ્હી સ્કોર : જેક ફ્રેઝર-મેકગર્ક (50)અને અભિષેક પોરેલની (65)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને વિજય મેળવ્યો હતો. દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. દિલ્હીએ જીત સાથે 12 પોઇન્ટ મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : રોવમેન પોવેલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, ડોનોવન ફરેરા, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઋષભ પંત (કેપ્ટન), ગુલબદિન નાઇબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
- May 07, 2024 23:29 IST
દિલ્હી કેપિટલ્સનો 20 રને વિજય
જેક ફ્રેઝર-મેકગર્ક (50)અને અભિષેક પોરેલની (65)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શક્યું હતું.
- May 07, 2024 23:23 IST
રોવમન પોવેલ 13 રને આઉટ
રોવમન પોવેલ 10 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
- May 07, 2024 23:19 IST
અશ્વિન 2 રને આઉટ
આર અશ્વિન 3 બોલમાં 2 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 23:10 IST
ડોનોવન ફરેરા 1 રને આઉટ
ડોનોવન ફરેરા 3 બોલમાં 1 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 07, 2024 23:09 IST
શુભમ દુબે 25 રને આઉટ
શુભમ દુબે 12 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 25 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 22:59 IST
સંજુ સેમસન 86 રને આઉટ
સંજુ સેમસન 46 બોલમાં 8 ફોર 6 સિક્સરની મદદથી 86 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં આઉટ થયો.
- May 07, 2024 22:54 IST
રાજસ્થાન રોયલ્સના 15 ઓવરમાં 3 વિકેટે 159 રન
રાજસ્થાન રોયલ્સે 15 ઓવરમાં 3 વિકેટે 159 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે 30 બોલમાં 63 રનની જરૂર છે.
- May 07, 2024 22:28 IST
સંજુ સેમસનની અડધી સદી
સંજુ સેમસને 28 બોલમાં 5 ફોર 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
- May 07, 2024 22:26 IST
રિયાન પરાગ 27 રને આઉટ
રિયાન પરાગ 22 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 27 રન બનાવી રસિક સલામની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 22:03 IST
જોશ બટલર 19 રને આઉટ
જોશ બટલર 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અક્ષર પટેલની ઓવરમાં 19 રન બનાવી આઉટ થયો.
- May 07, 2024 21:53 IST
યશસ્વી જયસ્વાલ 4 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં આઉટ થયો.
- May 07, 2024 21:13 IST
દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 221 રન
દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 221 રન. રાજસ્થાનને જીતવા માટે 222 રનનો પડકાર મળ્યો છે.
- May 07, 2024 21:11 IST
ટ્રિસ્ટન સ્ટબ્સ 41 રને આઉટ
ટ્રિસ્ટન સ્ટબ્સ 20 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 41 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 07, 2024 21:03 IST
ગુલબદિન આઉટ
ગુલબદિન નાઇબ 15 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 20:47 IST
ઋષભ પંત 15 રને આઉટ
ઋષભ પંત 13 બોલમાં 1 સિક્સર સાથે 15 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 150 રને પાંચમી વિકેટ ગુમાવી.
- May 07, 2024 20:46 IST
અભિષેક પોરેલ 65 રને આઉટ
અભિષેક પોરેલ 36 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 65 રન બનાવી અશ્વિનનો ત્રીજો શિકાર બન્યો.
- May 07, 2024 20:45 IST
અક્ષર પટેલ 15 રને આઉટ
અક્ષર પટેલ 10 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 15 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 20:03 IST
શાઇ હોપ રન આઉટ
શાઇ હોપ 1 બોલમાં 1 રન બનાવી રન આઉટ થયો.
- May 07, 2024 19:56 IST
જેક ફ્રેઝર-મેકગર્ક 50 રને આઉટ
જેક ફ્રેઝર-મેકગર્ક 20 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 50 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 07, 2024 19:55 IST
જેક ફ્રેઝર-મેકગર્કની અડધી સદી
જેક ફ્રેઝર-મેકગર્કે 19 બોલમાં 7 ફોર 3 સદીની મદદથી અડધી સદી ફટકારી.
- May 07, 2024 19:44 IST
જેક ફ્રેઝર-મેકગર્ક અને અભિષેક પોરેલ ઓપનિંગમાં ઉતર્યા
દિલ્હી કેપિટલ્સ ના જેક ફ્રેઝર-મેકગર્ક અને અભિષેક પોરેલ ઓપનિંગમાં ઉતર્યા. બોલ્ટની પ્રથમ ઓવરમાં 6 રન ફટકાર્યા.
- May 07, 2024 19:12 IST
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઋષભ પંત (કેપ્ટન), ગુલબદિન નાઇબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
- May 07, 2024 19:08 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
રોવમેન પોવેલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, ડોનોવન ફરેરા, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
- May 07, 2024 19:06 IST
રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 07, 2024 18:32 IST
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 60 રન છે. આઈપીએલ 2024માં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે રાજસ્થાન રોયલ્સનો 12 રને વિજય થયો હતો
- May 07, 2024 18:32 IST
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us