Delhi Capitals vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. દિલ્હી સ્કોર : જેક ફ્રેઝર-મેકગર્ક (50)અને અભિષેક પોરેલની (65)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને વિજય મેળવ્યો હતો. દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. દિલ્હીએ જીત સાથે 12 પોઇન્ટ મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : રોવમેન પોવેલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, ડોનોવન ફરેરા, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઋષભ પંત (કેપ્ટન), ગુલબદિન નાઇબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.





