FIFA World Cup 2022 : ફિફા વર્લ્ડ કપનો રોમાંચ હાલ આખી દુનિયાભરમાં છવાયેલો છે. આ રોમાંચને ડબલ કરવા માટે બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ટ્રોફી અનાવરણ કરવાની છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા દીપિકા ટ્રોફીનું અનાવરણ કરશે. દીપિકા પાદુકોણ ભારતની પ્રથમ અભિનેત્રી બનશે જે ફિફા વર્લ્ડ કપની ટ્રોફીને પકડશે. દીપિકા સ્પોર્ટ્સ સાથે જૂનો નાતો છે. દીપિકા બેડમિન્ટનમાં નેશનલ રમી ચુકી છે.
18 ડિસેમ્બરે ટ્રોફીનું અનાવરણ
ફિફા વર્લ્ડ કપમાં નોરા ફતેહીએ થોડા સમય પહેલા ડાન્સ કર્યો હતો. હવે બોલિવૂડ સ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણને કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ટ્રોફીના અનાવરણ કરવાની જવાબદારી મળી છે. ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ 18 ડિસેમ્બર 2022ના રોજ થશે. આ માટે દીપિકા જલ્દી કતાર માટે રવાના થશે. દીપિકા માટે વર્લ્ડ કપની ટ્રોફી અનાવરણ કરવી સન્માનની વાત બનશે. આ જાહેરાતના કારણે ભારતમાં ફૂટબોલ પ્રશંશકોનો જોશ ડબલ થઇ ગયો છે. જોકે દીપિકા પાદુકોણથી આ મુદ્દે કોઇ આધિકારિક પૃષ્ટી કરી નથી.
આ પણ વાંચો – કતારમાં પ્રતિબંધ છતા ઇંગ્લેન્ડના ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ 20 લાખ રૂપિયાનો દારૂ પી ગયા
દીપિકા ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટીના ટોપ-10 મહિલાઓમાં સામેલ
દીપિકાએ હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી સદસ્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટીના મતે દુનિયાની ટોપ-10 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં એકમાત્ર ભારતીયના રૂપમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે.
લેડી સિંઘમ બની દીપિકા
રોહિત શેટ્ટીએ પોતાના કોપ યૂનિવર્સને મોટું કરવાનો નિર્ણય કર્યો છે અને આ વખતે યૂનિવર્સમાં લેડી સિંઘમની એન્ટ્રી થવાની છે. લેડી સિંઘમ તરીકે રોહિત શેટ્ટીએ દીપિકાની પસંદગી કરી છે. આ પહેલા રોહિત શેટ્ટીની ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર પોલીસનો રોલ કરી ચુક્યા છે.