DPL 2025: વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરનું ડેબ્યૂ, પિતા જેવી આક્રમક રમત બતાવી, જુઓ VIDEO

Aryavir Sehwag : વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને આખરે દિલ્હી પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું. પ્રથમ મેચમાં પોતાની આક્રમક શૈલીથી બધાનું દિલ જીતી લીધું હતું

Written by Ashish Goyal
August 28, 2025 14:52 IST
DPL 2025: વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરનું ડેબ્યૂ, પિતા જેવી આક્રમક રમત બતાવી, જુઓ VIDEO
વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે દિલ્હી પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું (તસવીર - સોશિયલ મીડિયા)

Delhi Premier League 2025: વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને આખરે દિલ્હી પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. તેણે પોતાની પ્રથમ મેચ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ તરફથી ઈસ્ટ દિલ્હી રાઈડર્સ સામે રમી હતી. આ મેચમાં તેની ઇનિંગ્સ નાની હતી પરંતુ તેણે પોતાની આક્રમક શૈલીથી બધાનું દિલ જીતી લીધું હતું. આર્યવીરમાં તેના પિતા વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી હતી.

સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો 62 રને વિજય

દિલ્હી પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે ઇસ્ટ દિલ્હી રાઇડર્સને 62 રને પરાજય આપ્યો હતો. સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન કર્યા હતા. તેના જવાબમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સની ટીમ 16 ઓવરમાં 93 રનમાં જ ખખડી ગઈ હતી.

આ મેચમાં મધ્ય દિલ્હી માટે મણિ ગ્રેવાલે ઘાતક બોલિંગ કરતા 4 ઓવરમાં 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં આર્યવીરને મધ્ય દિલ્હી કિંગ્સ તરફથી યશ ધુલની ગેરહાજરીમાં ઓપનિંગની તક મળી હતી અને તેણે પોતાની ડેબ્યૂ મેચમાં પણ પ્રભાવિત કર્યા હતા.

આર્યવીર સેહવાગે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા

આ 17 વર્ષીય ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ ઇસ્ટ દિલ્હી રાઇડર્સ સામે ટૂંકી પરંતુ પ્રભાવશાળી ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 16 બોલમાં 4 ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા અને નવદીપ સૈનીની એક ઓવરમાં સતત 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ સમયગાળા દરમિયાન આર્યવીરનો સ્ટ્રાઇક રેટ 137.50 હતો. આર્યવીરે આ મેચમાં કુશલ સુમન સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો – જાણો કોણ છે પૃથ્વી શો ની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ?

આ મેચમાં આર્યવીર ઉપરાંત સૈનીએ પોતાની ટીમ માટે સૌથી શાનદાર ઈનિંગ રમી હતી અને તેણે 32 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 5 ફોર પણ ફટકારી હતી. કેપ્ટન જોન્ટી સિદ્ધુ ચાલ્યો ન હતો અને તે માત્ર 2 રન જ બનાવી શક્યો હતો જ્યારે જસવીર સેહરાવતે 35 બોલમાં 37 રન ફટકાર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ