‘ચહલને ડર છે કે હું સાચું કહી દઇશ’, ચીટિંગની અફવા પર ધનશ્રી વર્માએ કહ્યું – મેં મોઢું ખોલ્યું તો…

Dhanashree Verma : ધનશ્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમયે તેનો કોઈ રિલેશનશિપમાં જવાનો કોઈ ઇરાદો નથી. મારે હવે મારા જીવનમાં કોઈની જરૂર નથી. હું આ ઇન્ડસ્ટ્રીની ફિમેલ સલમાન ખાન બનીને રહેવા માંગુ છું

Written by Ashish Goyal
September 17, 2025 14:39 IST
‘ચહલને ડર છે કે હું સાચું કહી દઇશ’, ચીટિંગની અફવા પર ધનશ્રી વર્માએ કહ્યું – મેં મોઢું ખોલ્યું તો…
ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી અલગ થયા બાદ પણ ચર્ચામાં રહે છે (Photo: Instagram/Dhanashree/Yuzvendra)

Dhanashree Verma : ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી અલગ થયા બાદ પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ એ અશનીર ગ્રોવરના શો રાઇઝ એન્ડ ફોલમાં જોવા મળી રહી છે, જ્યાં એણે છૂટાછેડા અને તેના સાથે જોડાયેલ અફવાઓ પર ખુલીને વાત કરી હતી. ધનશ્રી અને ચહલના છૂટાછેડાની ખૂબ ચર્ચા થઈ હતી. લાંબા સમયથી એવું કહેવામાં આવતું હતું કે તેમની વચ્ચે બેવફાઈ અને એલિમનીને લઇને વિવાદ થયો હતો.

બહારની દુનિયા હંમેશા અફવાઓ ફેલાવશે – ધનશ્રી વર્મા

શો માં અરબાઝ પટેલ સાથેની વાતચીત દરમિયાન જ્યારે આ મુદ્દે સવાલ ઉઠ્યો ત્યારે ધનશ્રીએ કહ્યું હતું કે છૂટાછેડાની આ બધી જે વાતો કરવામાં આવે છે, આ માત્ર મનઘડત વાર્તાઓ છે. મેં તેને પાછળ છોડી દીધું છે. બહારની દુનિયા હંમેશા અફવાઓ ફેલાવશે, પરંતુ અંદરનું સત્ય અસલી હોય છે. મારે મારા સંઘર્ષો પણ ઘણી વખત લોકોને સમજાવવા પડ્યા છે.

જ્યારે અરબાઝે ઇશારો કર્યો કે અત્યારે ચહલ કોની સાથે છે ત્યારે ધનશ્રીએ આ અંગે કોમેન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ચહલ સાથે છેતરપિંડી કરી છે, ત્યારે ધનશ્રીએ તીખો જવાબ આપ્યો કે તેઓ ફાલતુ વાતો ફેલાવશે. તેમને ડર છે કે જો હું મારું મોઢું ખોલું તો બધી વાત બહાર આવી જશે. જો હું તમને એક એક સત્ય કહું તો આ શો પણ તમને મામુલી લાગશે.

હું આ ઇન્ડસ્ટ્રીની ફિમેલ સલમાન ખાન બનીને રહેવા માંગુ છું – ધનશ્રી

ધનશ્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમયે તેનો કોઈ રિલેશનશિપમાં જવાનો કોઈ ઇરાદો નથી. તેણે કહ્યું કે મેં મારા સંબંધોમાં ઘણું બધું સહન કર્યું છે. મારે હવે મારા જીવનમાં કોઈની જરૂર નથી. હું આ ઇન્ડસ્ટ્રીની ફિમેલ સલમાન ખાન બનીને રહેવા માંગુ છું.

આ પણ વાંચો – એપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર, BCCI ને એક મેચના 4.5 કરોડ રુપિયા ચૂકવશે

ધનશ્રીએ ચહલ પર છૂટાછેડા પછી સન્માન ન રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે રિલેશનશિપમાં રહેતી વખતે એકબીજા માટે સન્માન બનાવી રાખવું જરૂરી છે. મારી ઇચ્છા હોત તો હું તેને નીચું બચાવી શકતી હતી પણ મેં હંમેશાં તેમનું સન્માન કર્યું હતું કારણ કે તે મારા પતિ હતા. આજે પણ હું તે સંબંધની ગરિમા સમજું છું.

ધનશ્રી અને ચહલ 2020માં મળ્યા હતા અને તે જ વર્ષે તેમણે લગ્ન કર્યા હતા. પરંતુ 2023માં તેમના છૂટાછેડાના સમાચાર સામે આવવા લાગ્યા હતા અને ફેબ્રુઆરી 2025માં તેમના છૂટાછેડા લઇ લીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ