/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/dilip-doshi-death.jpg)
India Spinner Dilip Doshi Death: ભારતીય સ્પિનિર દિલીપ દોશીનું 77 વર્ષની વયે લંડનમાં નિધન થયું છે. (Photo: @dilipdoshiofficial)
Former India Left Arm Spinner Dilip Doshi Death: ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોશીનું 23 જૂન, 2025 ને સોમવારે 77 વર્ષની વયે નિધન થયું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર હૃદયને લગતી સમસ્યાઓના કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.
દિલીપ દોશી રાજકોટના રહેવાસી
દિલીપ દોશીનો જન્મ 22 ડિસેમ્બર 1947ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. બીસીસીઆઈએ તેમના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, પુત્ર નયન (જેઓ સરે (ઈંગ્લિશ કાઉન્ટી) અને સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા અને પુત્રી વિશાખા છે.
The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London.
May his soul rest in peace 🙏 pic.twitter.com/odvkxV2s9a— BCCI (@BCCI) June 23, 2025
દિલીપ દોશી ક્રિકેટર કરિયર
દિલીપ દોશીએ ભારત માટે 33 ટેસ્ટ અને 15 વન ડે રમી હતી. જેમા તેમણે અનુક્રમે 114 અને 22 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેમણે 6 ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. તેમણે માત્ર 28 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પુરી કરી હતી. ક્લાસિકલ લેફ્ટ આર્મર એક્શનથી બોલિંગ કરનારા દિલીપ દોશીએ વન ડેમાં 3.96ના ઇકોનોમી રેટથી વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોને તેમના આર્મ બોલને સંભાળવામાં મુશ્કેલી પડી હતી.
દિલીપ દોશી ક્રિકેટ રેકોર્ડ
દિલીપ દોશીએ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ અને તેણે પ્રથમ ઈનિંગમાં 103 રનમાં છ વિકેટ અને 167 રનમાં આઠ વિકેટ ઝડપી હતી. દિલીપ દોશી એ નવ ભારતીય ક્રિકેટરોમાંના એક છે જેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. જાવેદ મિયાંદાદે જ 1982-83માં પાકિસ્તાન સામેની સિરિઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય ઝડપી બનાવી હતી.
સુનીલ ગાવસ્કરના નજીકના મિત્ર હતા
જાવેદ મિયાંદાદે ઘણી વાર રમતની વચ્ચે તેમનો રૂમ નંબર પુછી તેમને ચીડવતા હતા. જાવેદ મિયાંદાદ ગંદા સ્વરે પૂછતો, "હા દિલીપ તેલા લૂમ નંબર ક્યા હૈ. તે દિવસોમાં તેની બેટિંગ અને ફિલ્ડિંગ સારી ન હતી, પરંતુ તે સમયગાળામાં ટકી ગયા કારણ કે તેની બોલિંગ ઉત્કૃષ્ટ હતી. તેઓ સુનીલ ગાવસ્કરના નજીકના મિત્ર હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ ઝડપી
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેમણે 238 મેચ રમી હતી. જેમા તેમણે 898 વિકેટ ઝડપી હતી. 59 લિસ્ટ એ મેચોમાં 75 વિકેટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓ બંગાળ, સૌરાષ્ટ્ર અને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમો હર્ટફોર્ડશાયર, નોટિંગહામશાયર અને વોરવિકશાયર તરફથી રમ્યા હતા. તે ઈંગ્લિશ કાઉન્ટી સર્કિટનો લેજન્ડરી ખેલાડી પણ હતા. તેઓ ત્યાં એક દાયકાથી વધુ સમય સુધી રમ્યો હતો.
ઇએસપીએનક્રિકઇન્ફો એ 2008માં પોતાના એક ઇન્ટરવ્યુને ટાંકીને જણાવ્યું હતું કે, "સ્પિન બોલિંગ એ મનની લડાઈ છે. તેમને વિચારશીલ ક્રિકેટર માનવામાં આવતા હતા. તેણે 1981ની મેલબોર્ન ટેસ્ટમાં આ વાત સાબિત કરી હતી. તે ટેસ્ટ મેચ ભારતે જીતી હતી.
તૂટેલી આંગળી સાથ રમી ટેસ્ટ મેચ
આ મેચમાં દિલીપ દોશીએ પાંચ વિકેટ સાથે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આંગળી તૂટેલી હોવા છતાં ટેસ્ટ મેચ રમી હતી. સારવાર માટે તેઓ દરરોજ સાંજે ઇલેક્ટ્રોડ લગાવી આંગળીનો સોજો ઓછો કરતા હતા. દિલીપ દોશી ચશ્મા પહેરીને બોલિંગ કરતા હતા. નિવૃત્તિ પછી, તેઓ લંડન ગયા, જ્યાં તેઓ એક સફળ ઉદ્યોગપતિ બન્યા.
દિલીપ દોશીનું મોત મારા માટે વ્યક્તિગત નુકસાન છે: નિરંજન શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે પીટીઆઈને જણાવ્યું હતું કે, "દિલીપ ભાઈને લંડનમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તે હવે હયાત નથી. બીસીસીઆઇના પૂર્વ સચિવ નિરંજન શાહે કહ્યું, "દિલીપનું નિધન મારા માટે વ્યક્તિગત નુકસાન છે. તેઓ એક પરિવાર જેવા હતા. તેઓ શ્રેષ્ઠ માણસોમાંના એક હતા. ’
ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ પણ દિવંગત ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી. અનિલ કુંબલેએ એક્સ પર લખ્યું, "દિલીપ ભાઈના નિધન વિશે સાંભળીને હૃદય તૂટી ગયું. ભગવાન તેમના પરિવાર અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. નયન, હું તમારા વિશે વિચાર કરું છું દોસ્ત. ’


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us