/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Dinesh-Karthik-Retirement.jpg)
ક્રિકેટ દિનેશ કાર્તિક photo - X @DineshKarthik
Dinesh Karthik Retirement, દિનેશ કાર્તિકની નિવૃત્તી : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ના એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારતાં અનુભવી દિનેશ કાર્તિકની IPL કારકિર્દીનો અંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થયો. દિનેશ કાર્તિકે નિવૃત્તિ લીધી. રાજસ્થાનની જીત બાદ કાર્તિકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. વિરાટ કોહલી સહિત આરસીબીના ખેલાડીઓએ તેને ભાવુક વિદાય આપી હતી. કાર્તિક 'સાત રત્નો'માંથી એક છે એટલે કે તે સાત ખેલાડીઓ કે જેઓ 2008 થી 2024 સુધી IPLની દરેક સિઝનમાં રમ્યા છે.
દિલ્હી ટીમ સાથે શરુ થયેલી આઈપીએલની સફર બેંગ્લોરની ટીમ સાથે સમાપ્ત થઈ
દિનેશ કાર્તિકે તેની 16 વર્ષની કારકિર્દીમાં 6 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે એક વખત ટાઈટલ જીતવામાં પણ સફળ રહ્યો હતો. તેણે બે વર્ષ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશિપ પણ કરી હતી. એક વખત તેને પ્લેઓફમાં પણ લઈ ગયો હતો. IPLમાં દિનેશ કાર્તિકની સફર દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) થી શરૂ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે સમાપ્ત થઈ.
એલિમિનેટરમાં હાર બાદ જ્યારે કાર્તિકને આરસીબીના ખેલાડીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારે દરેક તેના નિવૃત્તિ અંગે અટકળો લગાવી રહ્યા હતા. બાદમાં, IPL બ્રોડકાસ્ટર જિયો સિનેમાએ ટ્વિટર પર પોસ્ટ કરીને દિનેશ કાર્તિકની નિવૃત્તિની પુષ્ટિ કરી. આ સિવાય ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ પોસ્ટ કરી છે. હાલમાં આ અંગે કાર્તિક તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
દિનેશ કાર્તિકની કારકિર્દી વિશે
કાર્તિક એવા સાત ખેલાડીઓમાં સામેલ છે જે 2008થી IPLની દરેક સિઝનમાં રમ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રિદ્ધિમાન સાહા અને મનીષ પાંડે આ એલિટ લિસ્ટમાં અન્ય ખેલાડીઓ છે. કાર્તિક 17 સિઝનમાં માત્ર બે મેચ જ ચૂક્યો છે.
કાર્તિકે તેની આઈપીએલ કારકિર્દીમાં 257 મેચ રમી હતી, જે રોહિત સાથે સંયુક્ત રીતે બીજી સૌથી વધુ મેચ છે. બંને માત્ર ધોનીથી પાછળ છે, જે 264 આઈપીએલ મેચોનો હિસ્સો રહ્યો છે. કાર્તિકના આઈપીએલમાં 4,842 રન છે. તે હાલમાં IPLમાં સૌથી વધુ રન બનાવનાર 10મા ક્રમે છે. તેના નામે 22 અડધી સદી છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેને તેની કારકિર્દીમાં 135.36ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
કાર્તિકે 2018 અને 2020 વચ્ચે 37 મેચોમાં KKRનું નેતૃત્વ કર્યું હતું. તેણે 19 જીત નોંધાવી હતી. આ મામલે ગૌતમ ગંભીર (61) પછી બીજા ક્રમે છે. તાજેતરમાં KKRને ફાઇનલમાં લઈ જનાર શ્રેયસ અય્યર 16 જીત સાથે કાર્તિકથી પાછળ છે.
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યા વગર જ કરોડોનો માલિક છે યુવરાજ સિંહનો શિષ્ય, જાણો આઈપીએલ 2024ના સિક્સર કિંગની નેટવર્થ
કાર્તિક IPLમાં વિકેટકીપર તરીકે 100થી વધુ આઉટ થનાર ત્રણ ખેલાડીઓમાંનો એક છે. આ કિસ્સામાં, તે ધોની (190) પછી બીજા નંબરનો સૌથી વધુ આઉટ (174) ખેલાડી છે. ધોની સિવાય કાર્તિક એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટૂર્નામેન્ટમાં 35થી વધુ સ્ટમ્પિંગ કર્યા છે. ધોનીના નામે 42 સ્ટમ્પિંગ છે. કાર્તિકના નામે 37 સ્ટમ્પિંગ છે. આ પછી રોબિન ઉથપ્પાએ 32 સ્ટમ્પિંગ કર્યા છે.
કાર્તિક એવા બે ખેલાડીઓમાંથી એક છે જેમણે 4000થી વધુ રન બનાવ્યા છે અને IPLની એક ઇનિંગ્સમાં 50+ વખત નોટઆઉટ પરત ફર્યા છે. કાર્તિક અને ધોની એકમાત્ર એવા બે ખેલાડીઓ છે જેમણે વિકેટકીપર તરીકે 4,000 થી વધુ IPL રન બનાવ્યા છે. IPLમાં ડેથ ઓવરમાં સૌથી વધુ રન કાર્તિકના નામે છે. 186.97ના અકલ્પનીય સ્ટ્રાઇક રેટથી 1,565 રન બનાવ્યા.
દિનેશ કાર્તિકની આઈપીએલ કારકિર્દી
કાર્તિકે IPLમાં 257 મેચ રમી હતી. 26.32ની એવરેજથી 4842 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 135.36 હતો. તેણે 145 કેચ લીધા અને 37 સ્ટમ્પિંગ કર્યા. IPL 2024માં તેણે 36.22ની એવરેજથી 326 રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ 187.36 હતો. 2 અડધી સદી ફટકારી હતી. 22 કેચ લીધા અને 4 સ્ટમ્પિંગ કર્યા.
દિનેશ કાર્તિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
દિનેશ કાર્તિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2004માં શરૂ થઈ હતી. તેણે ટેસ્ટ, ODI અને T20 સહિત 190 મેચોની 169 ઇનિંગ્સમાં 27.70ની એવરેજથી 3463 રન બનાવ્યા. 1 સદી અને 17 અડધી સદી ફટકારી છે. 151 કેચ લીધા અને 21 સ્ટમ્પિંગ કર્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 26 મેચની 42 ઇનિંગ્સમાં 25ની એવરેજથી 1025 રન બનાવ્યા હતા. એક સદી અને 7 અડધી સદી ફટકારી છે. 57 કેચ અને 6 સ્ટમ્પિંગ કર્યા. ODIમાં તેણે 94 મેચની 79 ઇનિંગ્સમાં 30.20ની એવરેજથી 1752 રન બનાવ્યા હતા. 9 અડધી સદી ફટકારી છે. 64 કેચ અને 7 સ્ટમ્પિંગ કર્યા. 60 T20ની 48 ઇનિંગ્સમાં 26.38ની એવરેજ અને 142.61ની સ્ટ્રાઇક રેટથી 686 રન બનાવ્યા. 30 કેચ અને 8 સ્ટમ્પિંગ કર્યા.
નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર ઇનિંગ્સ
મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2007માં T20 વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો ભાગ રહેલા દિનેશ કાર્તિકે છેલ્લે 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું. તેને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને બાંગ્લાદેશ સામે નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં જીતવા માટે પણ યાદ કરવામાં આવશે. કાર્તિકે કોમેન્ટેટર તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કરી લીધું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us