/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Rawalpindi-stadium-drone-attack.jpg)
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયાના રિપોર્ટ છે (તસવીર - સોશિયલ મીડિયા)
Drone Attack On Rawalpindi Stadium: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. આ પછી પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારતના જવાબી હુમલામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયાના રિપોર્ટ છે.
આ મેદાન પર 8 મે (ગુરુવાર) ના રોજ ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની કરાચી કિંગ્સ અને બાબર આઝમની આગેવાની હેઠળની પેશાવર ઝાલ્મી વચ્ચે પાકિસ્તાન સુપર લીગ મેચનું આયોજન કરવાનું હતું. આ મેચને સ્થગિત કરવામાં આવી છે. એવો પણ ભય છે આખી ટૂર્નામેન્ટ રદ થઈ જશે. ઘણા વિદેશી ક્રિકેટરો પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે.
રાવલપિંડી સ્ટેડિયમ પર પણ ડ્રોનથી હુમલો
પાકિસ્તાનના જીઓ સુપર ટીવીના અહેવાલ મુજબ, PCB એ ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં PSL ફ્રેન્ચાઇઝીઓ સાથે એક કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં બાકી રહેલી પીએસએલ મેચોના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને પોસ્ટ વાયરલ થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાવલપિંડી સ્ટેડિયમ પર પણ ડ્રોન હુમલો થયો હતો.
આ પણ વાંચો - રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
An Indian drone has hit Rawalpindi Cricket Stadium. The stadium is hosting the PSL tournament, where Peshawar and Karachi will be playing tonight at 8:00 PM. pic.twitter.com/MNwoh1kwbl
— Ihtisham Ul Haq (@iihtishamm) May 8, 2025
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 7-8 મે 2025 ની વચ્ચેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભઠીંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતે બધી મિસાઇલો તોડી પાડી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us