/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Duleep-Trophy-2024-Captain-Points-Table-Tally.jpg)
Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી 2024 ચેમ્પિયન કોણ બનશે? જાણો પોઇન્ટ ટેબલ ટેલી (ફોટો ક્રેડિટ - X સોશિયલ)
દુલીપ ટ્રોફી 2024 બીજો રાઉન્ડ રવિવારે પૂર્ણ થયો છે. 16 સપ્ટેમ્બર અને રવિવારે નંતપુરના રુરલ ડેવલપમેન્ટ ટ્ર્સ્ટ બી સ્ટેડિયમ ખાતે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ટીમ ઇન્ડિયા સી અને ઇન્ડિયા બી વચ્ચે મેચ રમાઇ હતી. જે ડ્રો રહી હતી. આ સાથે દુલીપ ટ્રોફી રેકોર્ડ અને પોઇન્ટ ટેબલ પર નજર નાંખીએ તો ઇન્ડિયા સી પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. યુવા ખેલાડી રિકી ભોઇ સૌથી વધુ રન બનાવવામાં મોખરે છે.
ઇન્ડિયા બી સામે પ્રથમ ઇનિંગમાં લીડ સાથે ઇન્ડિયા સી ટીમે આ મેચમાં ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. જે સાથે ઇન્ડિયા સી પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી છે. જ્યારે મયંક અગ્રવાલની ઇન્ડિયા એ ટીમે ઇન્ડિયા ડી ટીમને હરાવી દુલીપ ટ્રોફી 2024 ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ જીત સાથે ઇન્ડિયા એ 6 પોઇન્ટ મેળવ્યા હતા. આમ છતાં પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે શ્રેયસ ઐયરની ટીમ ઇન્ડિયા ડી બંને મેચ હારી જતાં છેલ્લા ચોથા સ્થાન પર છે.
આ પણ વાંચો - શુભમન ગિલ બાંગ્લાદેશ સામે ટી20 શ્રેણી નહીં રમે?
દુલીપ ટ્રોફી 2024 વિજેતા ટીમ અંગે વાત કરીએ તો ઇન્ડિયા એ, ઇન્ડિયા બી, ઇન્ડિયા સી અને ઇન્ડિયા ડી એમ ચાર ટીમ પૈકી ઇન્ડિયા સી ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. અત્યારે પોઇન્ટ ટેબલમાં ઇન્ડિયા સી ટોચ પર છે. અંતિમ રાઉન્ડમાં ઇન્ડિયા સી ઇન્ડિયા એ સામે ટકરાશે. ઇન્ડિયા બી ઇન્ડિયા ડી સામે ટકરાશે.
દુલીપ ટ્રોફી 2024 પોઇન્ટ ટેબલ
| ટીમ | મેચ | જીત | હાર | ડ્રો | પોઇન્ટ |
| ઇન્ડિયા એ | 2 | 1 | 1 | 0 | 6 |
| ઇન્ડિયા બી | 2 | 1 | 0 | 1 | 7 |
| ઇન્ડિયા સી | 2 | 1 | 0 | 1 | 9 |
| ઇન્ડિયા ડી | 2 | 0 | 2 | 0 | 0 |
દુલીપ ટ્રોફી પોઇન્ટ સિસ્ટમની વાત કરીએ તો 10 વિકેટ સાથે જીત અથવા એક ઇનિગથી જીતવા પર 7 પોઇન્ટ મળે છે. જ્યારે સામાન્ય જીત પર 6 પોઇન્ટ મળે છે અને મેચ ડ્રો થાય તો પહેલી ઇનિગમાં લીડ મેળવનાર ટીમને 3 પોઇન્ટ આપવામાં આવે છે. જ્યારે ડ્રો થતાં સામેની ટીમને 1 પોઇન્ટ આપવામાં આવે છે. અહીં નોંધનિય છે કે, ત્રીજા રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલ ટેલીમાં ટોચ પર રહેનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
દુલીપ ટ્રોફી 2024 સૌથી વધુ રન - Duleep Trophy 2024 Most Runs
| ક્રમ | ખેલાડી | મેચ | ઇનિંગ | રન | રન રેટ | સ્ટ્રાઇક રેટ | ચોગ્ગા | છગ્ગા |
| 1 | રિકી ભુઈ | 2 | 4 | 184 | 46 | 52.57 | 20 | 5 |
| 2 | મુશીર ખાન | 2 | 3 | 182 | 60.67 | 46.19 | 16 | 5 |
| 3 | અભિમન્યુ ઇશ્વરન | 2 | 3 | 174 | 87 | 49.57 | 15 | 1 |
| 4 | ઋતુરાજ ગાયકવાડ | 2 | 4 | 171 | 42.75 | 73.06 | 26 | 3 |
| 5 | બાબા ઇન્દ્રજીત | 2 | 4 | 162 | 54 | 49.09 | 19 | 0 |
| 6 | દેવદત્ત પડિક્કલ | 2 | 4 | 149 | 37.25 | 73.4 | 23 | 0 |
| 7 | રજત પાટીદાર | 2 | 4 | 139 | 34.75 | 53.88 | 21 | 1 |
| 8 | પ્રથમ સિંહ | 1 | 2 | 129 | 64.5 | 58.11 | 12 | 1 |
| 9 | તિલક વર્મા | 1 | 2 | 121 | 121 | 53.54 | 10 | 0 |
| 10 | રિયાન પરાગ | 2 | 4 | 118 | 29.5 | 83.1 | 10 | 6 |
દુલીપ ટ્રોફી 2024 મોસ્ટ રન રેકોર્ડ તપાસીએ તો બીજા રાઉન્ડ સુધી સૌથી વધુ રન બનાવવામાં રિકી ભુઈ મોખરે છે. રિકી ભોઇ એ 2 મેચમાં 4 દાવ રમી 46 રનરેટ સાથે 184 રન બનાવ્યા છે. જેમાં તેણે 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. બીજા ક્રમે મુશીર ખાન છે. જેણે 2 મેચમાં ત્રણ દાવ રમી 16 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે કુલ 182 રન બનાવ્યા છે. અભિમન્યું ઇશ્વરન ત્રીજા સ્થાને છે. અભિમન્યુ 2 મેચ રમ્યો છે જેમાં તે 3 દાવ રમ્યો છે અને 87 રનરેટ સાથે કુલ 174 રન બનાવ્યા છે. જેમાં તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે.
દુલીપ ટ્રોફી 2024 વધુ વિકેટ લેનાર બોલર - Duleep Trophy 2024 Most wicket
| ક્રમ | બોલર | ટીમ | મેચ | ઇનિંગ | વિકેટ | ઓવર | રન | સરેરાશ | 4W | 5W |
| 1 | અંશુલ કંબોજ | ઇન્ડિયા સી | 2 | 3 | 11 | 51.5 | 165 | 3.18 | 0 | 1 |
| 2 | મુકેશ કુમાર | ઇન્ડિયા બી | 2 | 4 | 10 | 70 | 277 | 3.95 | 1 | 0 |
| 3 | અર્શદિપ | ઇન્ડિયા એ | 1 | 2 | 9 | 41 | 116 | 2.82 | 1 | 1 |
| 4 | એસ કે કે અહમેદ | ઇન્ડિયા એ | 2 | 4 | 9 | 56 | 195 | 3.48 | 0 | 0 |
| 5 | માનવ સુથાર | ઇન્ડિયા સી | 2 | 3 | 8 | 59.1 | 168 | 2.83 | 0 | 1 |
| 6 | હર્ષિત રાણા | ઇન્ડિયા ડી | 2 | 4 | 8 | 43.3 | 153 | 3.51 | 2 | 0 |
| 7 | સારાંશ જૈન | ઇન્ડિયા ડી | 2 | 4 | 7 | 78.2 | 271 | 3.45 | 1 | 0 |
| 8 | આર ડી ચહર | ઇન્ડિયા બી | 1 | 2 | 6 | 20.1 | 81 | 4.01 | 1 | 0 |
| 9 | વી વ્યશક | ઇન્ડિયા સી | 2 | 3 | 6 | 50 | 162 | 3.24 | 0 | 0 |
| 10 | તનુશ કોટિયન | ઇન્ડિયા એ | 2 | 4 | 6 | 43 | 135 | 3.13 | 1 | 0 |
દુલીપ ટ્રોફી 2024 બીજા રાઉન્ડ અંતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર લિસ્ટમાં ઇન્ડિયા સી ટીમનો અંશુલ કંબોજ ટોપ પર છે. અંશુલ કંબોજ 11 વિકેટ સાથે મોખરે છે. બીજા ક્રમે મુકેશ કુમાર છે. જેણે 10 વિકેટ લીધી છે. જ્યારે અર્શદિપ 9 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us