દુલીપ ટ્રોફી : મયંક અગ્રવાલની કેપ્ટનશિપમાં ઇન્ડિયા A ચેમ્પિયન, ઇન્ડિયા C સામે 132 રનથી વિજય

Duleep Trophy 2024/25 : દુલીપ ટ્રોફીની ત્રણ મેચમાં ઈન્ડિયા એ નો 2 મેચમાં વિજય થયો હતો જ્યારે એક મેચમાં તેનો પરાજય થયો હતો. આ મેચમાં શાશ્વત રાવતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

Duleep Trophy 2024/25 : દુલીપ ટ્રોફીની ત્રણ મેચમાં ઈન્ડિયા એ નો 2 મેચમાં વિજય થયો હતો જ્યારે એક મેચમાં તેનો પરાજય થયો હતો. આ મેચમાં શાશ્વત રાવતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Duleep Trophy 2024, Duleep Trophy

Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી 2024માં ઇન્ડિયા-એ ની ચેમ્પિયન બની (તસવીર - @BCCIdomestic)

Duleep Trophy 2024/25 : દુલીપ ટ્રોફી 2024માં ત્રીજા ચરણના મુકાબલામાં મયંક અગ્રવાલની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા એ ટીમે રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા સી સામે 132 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ઇન્ડિયા એ ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને દુલીપ ટ્રોફી 2024માં ચેમ્પિયન બની હતી.

Advertisment

દુલીપ ટ્રોફીની ત્રણ મેચમાં ઈન્ડિયા એ નો 2 મેચમાં વિજય થયો હતો જ્યારે એક મેચમાં તેનો પરાજય થયો હતો. બે જીત સાથે જ આ ટીમના સૌથી વધુ 12 પોઈન્ટ થઈ ગયા અને પોતાના દમ પર ટીમ ચેમ્પિયન બની ગઈ. પોઇન્ટ ટેબલમાં ઇન્ડિયા સી બીજા સ્થાને રહી હતી, જેના 9 પોઇન્ટ હતા. આ મેચમાં શાશ્વત રાવતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મયંકની કેપ્ટન્સીમાં ઈન્ડિયા એ ચેમ્પિયન

ભારત એ તરફથી દુલીપ ટ્રોફી 2024માં પ્રથમ મેચમાં શુભમન ગિલે કેપ્ટનિપ કરી હતી અને આ મેચમાં ઇન્ડિયા એ નો ઇન્ડિયા બી સામે 76 રનથી પરાજય થયો હતો. આ મેચ બાદ શુભમન ગિલ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમવા માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો હતો અને ટીમની કેપ્ટનશિપ મયંક અગ્રવાલને સોંપવામાં આવી હતી. મયંકની કેપ્ટન્સી હેઠળની ટૂર્નામેન્ટની બીજી મેચમાં ઇન્ડિયા એ ટીમે ઇન્ડિયા ડી ને 186 રનથી પરાજય આપ્યો હતો અને ત્યાર બાદ ત્રીજી મેચમાં ઇન્ડિયા એ એ ઇન્ડિયા સી ને 132 રનથી હરાવી ટાઇટલ કબજે કર્યું હતું.

Advertisment

આ પણ વાંચો - સચિન તેંડુલકરે 200 ટેસ્ટમા જે રેકોર્ડ બનાવ્યો તેને અશ્વિને 101 મેચમાં જ તોડી નાખ્યો

શાશ્વત રાવતની સદી

આ મેચમાં ઈન્ડિયા એ ટીમે શાશ્વત રાવતની 124 રનની સદી અને અવેશ ખાનના અણનમ 51 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 297 રન બનાવ્યા હતા. વિજય કુમારે પ્રથમ ઇનિંગમાં ઇન્ડિયા સી માટે 4 વિકેટ લીધી હતી. આ પછી પ્રથમ ઈનિંગમાં ઈન્ડિયા સી એ અભિષેક પોરેલના 82 રનની મદદથી 234 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ઈન્ડિયા એ તરફથી અવેશ ખાન અને આકીબ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.

પ્રથમ ઈનિંગના આધારે ઈન્ડિયા એ ને 63 રનની લીડ મળી હતી અને ત્યાર બાદ બીજી ઈનિંગમાં ઈન્ડિયા એ ટીમે 286 રન ફટકાર્યા હતા અને ટીમની કુલ સરસાઈ 349 રનની હતી. ભારત એ તરફથી શાશ્વત રાવતે બીજી ઇનિંગમાં 53 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ઇન્ડિયા સી ને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ સાઇ સુદર્શનની 111 રનની સદી છતાં ટીમ 217 રનમાં આઉટ થઇ ગઇ હતી અને 132 રનથી મેચમાં પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં ઈન્ડિયા એ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને તનુષ કોટિયાને 3-3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઇશાન કિશન ફ્લોપ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં 5 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવ્યા હતા.

bcci ક્રિકેટ સ્પોર્ટ્સ