Duleep Trophy 2024, દુલીપ ટ્રોફી 2024: અક્ષર પટેલ સદી ચુક્યો, ઋષભ પંત ફ્લોપ

Duleep Trophy 2024 : ઇન્ડિયા સી સામે ઇન્ડિયા ડી 164 રનમાં ઓલઆઉટ. ઋષભ પંતે રેડ બોલ ક્રિકેટમાં ફોર ફટકારીને વાપસી કરી હતી પરંતુ તે વધારે ટકી શક્યો ન હતો

Written by Ashish Goyal
September 05, 2024 16:13 IST
Duleep Trophy 2024, દુલીપ ટ્રોફી 2024: અક્ષર પટેલ સદી ચુક્યો, ઋષભ પંત ફ્લોપ
ઇન્ડિયા-ડી તરફથી રમતા અક્ષર પટેલે 118 બોલમં 6 ફોર 6 સિક્સર સાથે 86 રન બનાવ્યા હતા. (તસવીર - @BCCIdomestic)

Duleep Trophy 2024 Cricket Score Streaming Today Match: દુલીપ ટ્રોફી 2024 ના પ્રથમ રાઉન્ડની મેચો ગુરુવારથી (5 સપ્ટેમ્બર) ઇન્ડિયા A અને ઇન્ડિયા B વચ્ચે બેંગલુરુમાં અને ઇન્ડિયા C અને ઇન્ડિયા D વચ્ચે અનંતપુરમાં રમાઈ રહી છે. પહેલા દિવસની વાત કરીએ તો અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. મુશીર ખાને પણ પ્રભાવિત કર્યા છે. યશસ્વી જયસ્વાલ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો ન હતો.

શ્રેયસ ઐયર, અભિમન્યુ ઇશ્વરન અને દેવદત્ત પડિકલ નિષ્ફળ રહ્યા હતા. ઋષભ પંતે રેડ બોલ ક્રિકેટમાં ફોર ફટકારીને વાપસી કરી હતી પરંતુ તે વધારે ટકી શક્યો ન હતો. સરફરાઝ ખાન ફ્લોપ રહ્યો હતો. બોલરોની વાત કરીએ તો આકાશદીપ સિવાય વિજયકુમાર વિશાકે પ્રભાવિત કર્યા હતા.

અક્ષર પટેલના 84 રન, ઇન્ડિયા ડી 164 રનમાં ઓલઆઉટ

ઈન્ડિયા સી એ ઈન્ડિયા ડી સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. જોકે તે સદી ચૂકી ગયો હતો. તે 118 બોલમં 6 ફોર 6 સિક્સર સાથે 86 રન બનાવીને રિતિક શોકિનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ઇન્ડિયા ડી 164 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઇન્ડિયા ડી તરફથી અથર્વ તાયડે 4, યશ દુબે 10, શ્રેયસ ઐયર 9, દેવદત્ત પડિકલે 00, રિકી ભુઇ 4, શ્રીકર ભરત 13 અને શરણશ જૈને 13 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – આ ટીમ 10 રનમાં ઓલઆઉટ, ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવ્યો

ઈન્ડિયા સી તરફથી વિજયકુમાર વિશાકે 3 અને, હિમાંશુ ચૌહાણ, અંશુલ કંબોજે 2-2 વિકેટ ઝડપી હતી. માનવ સુથાર અને રિતિક શોકિને 1-1 વિકેટ ઝડપી હતી.

બીજી તરફ ઇન્ડિયા-એ સામે ઇન્ડિયા બી એ 64 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવી લીધા હતા. મુશીર ખાન 72 રને રમી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ 30 રન બનાવી આઉટ થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ