Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી માટે ચાર ટીમોની જાહેરાત, રોહિત શર્મા, વિરાટ કોહલી નહીં રમે

Duleep Trophy 2024 Squads : દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે

Written by Ashish Goyal
Updated : August 14, 2024 18:01 IST
Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી માટે ચાર ટીમોની જાહેરાત, રોહિત શર્મા, વિરાટ કોહલી નહીં રમે
ભારતીય ક્રિકેટ ટીમ (BCCI)

Duleep Trophy 2024 Squads : દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ- એ ની કેપ્ટનશિપ શુભમન ગિલ કરી રહ્યો છે. કેએલ રાહુલ અને કુલદીપ યાદવ તેની કેપ્ટનશિપ હેઠળ રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરુ થશે.

અભિમન્યુ ઇશ્વરનની કેપ્ટનશિપમાં યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ઋષભ પંત રમતા જોવા મળશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, ચેતેશ્વર પૂજારા અને રવિચંદ્રન અશ્વિનનું નામ નથી.

દુલીપ ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર

બોર્ડે એ પણ માહિતી આપી છે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓની જગ્યાએ દુલીપ ટ્રોફી માટે અન્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. અગાઉ દુલીપ ટ્રોફી દેશના છ ઝોન વચ્ચે રમાતી હતી. ગત સિઝનમાં હનુમા વિહારીની આગેવાની હેઠળના દક્ષિણ ઝોને ફાઇનલમાં પશ્ચિમ ઝોનને 75 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. જોકે બીસીસીઆઈએ આ વખતે ઝોનલ ફોર્મેટ અને ઝોનલ પસંદગીને દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, આ વખતે ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ, ઇન્ડિયા-બી, ઇન્ડિયા-સી અને ઇન્ડિયા-ડી ચાર ટીમો ભાગ લેશે.

ટીમ એ : શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ, અવેશ ખાન, વિદ્યુત કાવેરીપ્પા, કુમાર કુશાગ્ર, શાશ્વત રાવત.

ટીમ બી : અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઇ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે ડેટિંગને લઇને ચર્ચામાં

ટીમ સી : રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ, સૂર્યકુમાર યાદવ, બાબા ઈન્દ્રજિત, હૃતિક શોકીન, માનવ સુથાર, ઉમરાન મલિક, વિશાક વિજયકુમાર, અંશુલ કંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કન્ડે, આર્યન જુયાલ, સંદીપ વોરિયર.

ટીમ ડી : શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિક્કલ, ઇશાન કિશન, રિકી ભુઇ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત, સૌરભ કુમાર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ