મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીની કાર્યવાહી, યુવરાજ સિંહ, સોનુ સુદ સહિત ઘણા સ્ટાર્સની કરોડોની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી અને અભિનેતા સોનુ સૂદની સંપત્તિ ઇડીને જપ્ત કરી

Written by Ashish Goyal
Updated : December 19, 2025 18:47 IST
મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીની કાર્યવાહી, યુવરાજ સિંહ, સોનુ સુદ સહિત ઘણા સ્ટાર્સની કરોડોની સંપત્તિ જપ્ત
રોબિન ઉથપ્પા, નેહા શર્મા, સોનુ સૂદ, મિમી ચક્રવર્તી અને યુવરાજ સિંહ. (ફાઇલ ફોટો)

Betting App Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી અને અભિનેતા સોનુ સૂદની સંપત્તિ ઇડીને જપ્ત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને શુક્રવારે 19 ડિસેમ્બરે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ વચગાળાના આદેશ જારી કર્યા બાદ અભિનેત્રી નેહા શર્મા, મોડલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની માતા અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

કોની કેટલી સંપત્તિ જપ્ત કરવામાં આવી

તેમણે જણાવ્યું કે અટેચ કરવામાં આવેલી આ સંપત્તિમાં સોનુ સૂદની લગભગ 1 કરોડ, મિમી ચક્રવર્તીની 59 લાખ રૂપિયા, યુવરાજ સિંહની 2.5 કરોડ, નેહા શર્માની 1.26 કરોડ રૂપિયા, રોબિન ઉથપ્પાની 8.26 લાખ રૂપિયા, અંકુશ હાજરાની 47 લાખ રૂપિયા અને ઉર્વશી રૌતેલાની માતાની 2.02 કરોડ રૂપિયાની સંપત્તિનો સમાવેશ થાય છે.

ધવન અને રૈનાની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી

ઇડીએ ભૂતકાળમાં આ તમામ લોકોની પૂછપરછ કરી હતી અને આ સંપત્તિઓને કુરાકાઓ ટાપુ દેશમાં નોંધાયેલી કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનની ‘ગુનાથી મેળવેલ આવક’ (પીએમએલએ હેઠળ ગેરકાયદેસર કમાણી) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ઇડીએ તાજેતરમાં જ આ તપાસના ભાગરૂપે પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

આ પણ વાંચો – અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ‘ટ્રેડ ટેન્શન’ વચ્ચે ઓમાન ડીલથી મોદી સરકારે ભારતને કેવી રીતે આપી મજબૂતી?

ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઇન સટ્ટાબાજી સાઇટ 1xBet સામેના કેસમાં શિખર ધવનની 4.5 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ અને સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરવાનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ