ED એ હરભજન, યુવરાજ અને સુરેશ રૈનાની કરી પૂછપરછ, જાણો શું છે કેસ

ED Questions Cricketers : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મની તપાસને વિસ્તૃત કરતા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

ED Questions Cricketers : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મની તપાસને વિસ્તૃત કરતા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Harbhajan Singh, Suresh Raina, Urvashi Rautela, yuvraj singh

ઇડીએ હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પૂછપરછ કરી (ફાઇલ ફોટો)

ED Questions Cricketers : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મની તપાસને વિસ્તૃત કરતા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇડીએ 1xBet, FairPlay, Parimatch અને Lotus365 સહિતના પ્રતિબંધિત સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે પ્રમોશનલ લિંક્સની ચાલી રહેલી તપાસના ભાગરૂપે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના તેમજ અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પૂછપરછ કરી છે.

Advertisment

એનડીટીવી પ્રોફિટના જણાવ્યા અનુસાર ઇડીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ જાહેરાત ઝુંબેશમાં 1xBat અને 1xBat સ્પોર્ટિંગ લાઇન્સ જેવા સરોગેટ નામોનો ઉપયોગ કરી રહ્યા છે. જાહેરાતોમાં ઘણી વખત ક્યૂઆર કોડનો સમાવેશ થાય છે જે યુઝર્સને સટ્ટાબાજીની સાઇટ્સ તરફ દોરી જાય છે, જે ભારતીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કેટલીક સેલિબ્રિટીઝને નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે જ્યારે અન્યને ટૂંક સમયમાં નોટિસ ફટકારવામાં આવે તેવી શક્યતા છે.

ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આ એન્ડોર્સમેન્ટ ઘણા ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે છે. તેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, પ્રિવેન્શન ઓફ માઇન્ડ લોન્ડરિંગ એક્ટ અને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ સાથે-સાથે પ્રસારણ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સલાહોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો કાર્યક્રમ, જાણો ભારત આ ચક્રમાં કુલ કેટલી ટેસ્ટ મેચો રમશે

Advertisment

કોઈ જવાબ મળ્યો નથી

એનડીવી પ્રોફિટે જાણકારી આપી કે તેમણે હરભજન સિંહ અને સુરેશ રૈનાના મીડિયા રિપ્રેન્ઝેટિવ સાથે સંપર્ત કર્યો હતો પરંતુ તેઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સમાચાર પ્રકાશિત થયાના સમય સુધી તેમને યુવરાજ સિંહ, સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા તરફથી જવાબ મળ્યા ન હતા. ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ઘણીવાર કૌશલ્ય આધારિત રમતો હોવાનો દાવો કરીને પોતાને પ્રોત્સાહન આપે છે, પરંતુ તેમનું પરિણામ નસીબ પર આધારિત છે. આમાં ધોખાધડીવાળા એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે ભારતીય કાયદા હેઠળ એક પ્રકારનો જુગાર છે.

મીડિયા સંગઠનો પણ ઘેરામાં

આ તપાસ મીડિયા સંસ્થાઓ સુધી પણ પહોંચી છે, જેમના પર આરોપ છે કે તેમણે ભારે કવણીના બદલામાં સરોગેટ જાહેરાતો પ્રકાશિત કરી હતી. મીડિયા આઉટલેટ્સ અને જાહેરાત કંપનીઓને 50 કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે અને વધુ વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રિકેટ celebrities સ્પોર્ટ્સ